આજનું હવામાન: કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ, જુઓ વીડિયો

|

Mar 26, 2024 | 9:38 AM

અમદાવાદ, અરવલ્લી, ભરુચ,ભાવનગર, બોટાદ,નર્મદા,તાપી સહિતના જિલ્લાઓમાં 18 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. અમરેલી, આણંદ,બનાસકાંઠા, છોટાઉદેપુર, ડાંગ,દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ખેડા,મહીસાગર, પંચમહાલ,સાબરકાંઠા,સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વાદળછાયું રહે તેવી સંભાવના છે. અમદાવાદ, અરવલ્લી, ભરુચ,ભાવનગર, બોટાદ,નર્મદા,તાપી સહિતના જિલ્લાઓમાં 18 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. અમરેલી, આણંદ,બનાસકાંઠા, છોટાઉદેપુર, ડાંગ,દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ખેડા,મહીસાગર, પંચમહાલ,સાબરકાંઠા,સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. દાહોદ, જામનગર, જુનાગઢ, કચ્છ, મોરબી,મહેસાણા,પાટણ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ,અરવલ્લી, ભાવનગર, દાહોદ,દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, જામનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ આણંદ, ખેડા,મહીસાગર, મોરબી, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે 18થી 20 માર્ચ સુધીમાં કમોસમી વરસાદ વરસે તેવી સંભાવના વ્યક્ત કરી છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:55 am, Sat, 9 March 24

Next Video