Ahmedabad : ન OTP આપ્યો, ન કોઈ લિંક પર ક્લિક કર્યું અને ખાતામાંથી ઉપડી ગયા રૂપિયા 80 લાખ, જુઓ Video

|

Jun 07, 2023 | 11:41 PM

તમે કોઈ લિન્ક પર ક્લિક ન કર્યું હોય કે કોઈ OTP કોઈ ને ના આપ્યો હોય તો પણ તમારા બેન્ક ખાતામાથી નાણાં બારોબાર ઉપડી જાય તેવું બન્યું નહીં હોય, પરંતુ અમદાવાદમાં આવી એક ઘટના બની છે. જેમાં વગર ક્લિકે મોબાઈલ પણ હેક થયો અને બેન્ક ખાતું પણ સાફ થયું.

Ahmedabad: ન OTP આપ્યો, ન કોઈ લિંક પર ક્લિક કર્યું. છતાંય 24 કલાક મોબાઈલનું નેટવર્ક બંધ રહ્યું અને ખાતામાંથી રૂપિયા 80 લાખ ઉપડી ગયા હોવાની ઘટના સામે આવી છે. સાયબર ક્રાઇમના એક નવા જ કિમીયાનો અમદાવાદમાં પર્દાફાશ થયો છે અને ઠગબાજોએ અમદાવાદની ખાનગી કંપનીના સંચાલકને રૂપિયા 80 લાખનો ચુનો ચોપડ્યો છે.

ફરિયાદી કલ્પેશ શાહે મોબાઇલ નેટવર્ક બંધ થતાં વોડાફોન કંપનીને ફરિયાદ કરી તપાસ કરતા માલુમ પડ્યું કે કલ્પેશ શાહનું સિમકાર્ડ ડિએક્ટિવેટ કરવાની રિક્વેસ્ટ આવી હતી. જેથી સીમ કાર્ડ બંધ કરી દેવાયું હતું. કલ્પેશ શાહને કંઇક રંધાયાની ગંધ આવતા, તેમણે પોતાનું બેંક એકાઉન્ટ તપાસ્યું અને 80 લાખની ઠગાઇનો પર્દાફાશ થયો.

મહત્વપૂર્ણ છે કે ફરિયાદી કલ્પેશ શાહે બેન્કિંગ ડિટેલ્સ, OTP કે અન્ય કોઇ લિંક પર ક્લિક નહોતું કર્યું છતાંય તેમની સાથે રૂપિયા 80 લાખની ઠગાઇને અંજામ મળ્યો. કલ્પેશ શાહનો સીધો આરોપ વોડાફોન કંપની પર છે. ઠગાઇનો શિકાર બનનાર કલ્પેશ શાહે સવાલ ઉઠાવ્યો છે કે વોડાફોન કંપનીએ કોના કહેવાથી તેમની સેવાઓ બંધ કરી. કલ્પેશ શાહનો આરોપ છે કે તેમની સાથે થયેલી ઠગાઇ માટે વોડફોન કંપની જવાબદાર છે અને તેઓ 80 લાખ રૂપિયાની ઠગાઇ મુદ્દે કંપની સામે દાવો માંડશે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

આ પણ વાંચો : વાવાઝોડાની સંભવિત તમામ પરિસ્થિતીને પહોંચી વળવા રાજ્યનું વહિવટી તંત્ર સુસજ્જ- ઋષિકેશ પટેલ

આતો થઇ ઠગાઇની નવી મોડસ ઓપરેન્ડીની વાત પરંતુ આ નવી મોડસ ઓપરેન્ડી હેઠળ કેવી રીતે ઠગાઇને અંજામ અપાય છે. તે અંગે વાત કરીએ તો ઠગબાજોના પહેલા નિશાને હોય તે વ્યક્તિનું ડિવાઈસ હેક કરે છે. પછી તેમાંથી આઈડેન્ટિટી ડૉક્યુમેન્ટ્સ મેળવે છે. આ વિગતોનો ઉપયોગ કરીને સિમકાર્ડ ડિએક્ટિવેટ કરાવે છે. પછી ફરીથી સિમકાર્ડ ઈશ્યૂ કરાવીને પોતે ઉપયોગ કરે છે. નવા સિમકાર્ડની મદદથી OTP તેમના ડિવાઈસમાં આવે છે. જેના આધારે ઠગબાજો સરળતાથી રૂપિયા ઉપાડી લે છે.  હાલ કલ્પેશ શાહની ફરિયાદના આધારે સાયબર ક્રાઈમે વિશ્વાસઘાત, છેતરપિંડી, ગુનાહિત ષડયંત્રની ફરિયાદ દાખલ કરી છે. સાથે જ ઈન્ફર્મેશન ટેક્નોલોજી એક્ટ અંતર્ગત પણ ગુનો નોંધ્યો છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article