Amreli: સિંહોની વસ્તી ગણતરી પહેલા 4 દિવસમાં ત્રણ સિંહોના મોતથી મચ્યો હડકંપ, સિંહપ્રેમીઓમા વ્યાપી ચિંતા

અમરેલી જિલ્લામાં ચાર દિવસમાં એક સિંહબાળ સહિત ત્રણ સિંહોના મોતથી સિંહપ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃત્યુ પામેલા સિંહોમાં એક સિંહબાળ, એક સિંહણ અને એક યુવા સિંહનું મોત થયુ છે. હાલ વન વિભાગે સિંહોના મૃતદેહ કબ્જે લઈ એનિમલ કેર સેન્ટર ખસેડી તેમના પીએમ માટેની તજવીજ હાથ ધરી હતી.

| Edited By: | Updated on: Apr 29, 2025 | 3:37 PM

સિંહની વસ્તીગણતરી આવતા 10 દિવસમા આવી રહી છે વનવિભાગ સિંહોની વસ્તીગણતરી માટેની તૈયારીઓ કરી રહ્યા છે. આ વચ્ચે સિંહોના મોતની ઘટનાઓ અમરેલી જિલ્લામાં વધી રહી છે. 3 જેટલા સિંહોએ જીવ ગુમાવ્યા હોવાથી વનવિભાગમાં દોડધામ મચી ગઈ છે. અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકાના પીપાવાવ ભેરાઈ વિસ્તારમાં 2 દિવસ પહેલા બાળ સિંહનો મૃતદેહ મળતા વનવિભાગ દ્વારા કબજો લઈ પીએમ માટે એનિમલકેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો.

ત્યારબાદ  26 એપ્રિલે રાજુલાના કોટડી ગામ નજીક જવાના માર્ગે રેવન્યુ વિસ્તારમાં આવેલ વાડી વિસ્તારમાં એક પાઠડા સિંહ કે જે દોઢથી બે વર્ષના સિંહનો મૃતદેહ મળી આવતા રાજુલા વનવિભાગની ટીમ ઘટના સ્થળેથી મૃતદેહ કબ્જે લઈ પીએમ માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.  આ સિંહનું પણ કુદરતી મોત થયુ હોવાનું જાહેર કરવામાં આવ્યુ છે.

બંને મૃતદેહોના એનિમલ ડોકટર ટીમ દ્વારા પીએમ કરવામાં આવ્યું છે.સમગ્ર મામલે શેત્રુંજી ડીવીઝન એસીએફ વિરલસિંહ ચાવડાનો સંપર્ક કરતા કહ્યું બંને સિંહોના કુદરતી રીતે મોત થયા છે કોઈ અકુદરતી રીતે મોતની ઘટનાય નથી.

અમરેલી જિલ્લામાં 4 દિવસમાં ત્રણ સિંહોના મોતથી હડકંપ

સિંહોની વસ્તી ગણતરી પહેલા સિંહોએ જીવ ગુમાવતા સિંહપ્રેમીઓમા ચિંતા વધી છે પ્રથમ સાવરકુંડલા અમરેલી વચ્ચે ટ્રક હડફેટે સિંહનું મોત થયા બાદ રાજુલાના ભેરાઈ પીપાવાવ વિસ્તારમાં સિંહબાળનો મૃતદેહ મળ્યો ત્યાદબાદ ગઈ કાલે રાજુલાના કોટડી ગામ નજીકથી એક સિંહનો મૃતદેહ મળ્યો આમ જિલ્લામાં 4 દિવસમાં 3 સિંહોએ જીવ ગુમાવ્યાની ઘટના સામે આવી છે.જેના કારણે સિંહપ્રેમીઓમાં ચિંતા પ્રસરી ગઈ છે.

Input Credit- Jaydev Kathi- Amreli

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો