Bhavnagar : શહેરના સ્થાપના દિવસની ભારે ધામધૂમથી ઉજવણી, સ્થાપનાના 299 વર્ષ પૂર્ણ કર્યા

|

May 03, 2022 | 8:23 PM

ભાવનગરમાં 2થી 4 મે સુધી ભાવનગર કાર્નિવલનું આયોજન કરાયું છે અને જેમાં સોમવારે  સાંજે કાર્નિવલમાં પ્રખ્યાત કલાકારો પાર્થિવ ગોહિલ, કિંજલ દવે, સાઈરામ દવેએ ભાવનગરની પ્રજાજનોને ગુજરાતી ગીતોના તાલે જલ્સો કરાવ્યો હતો.

ગુજરાતમાં ભાવનગર(Bhavnagar)  શહેરના સ્થાપના દિવસની(Foundation Day)  ભારે ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ભાવનગરને સ્થાપનાના 299 વર્ષ પુરા થઈ રહ્યા છે અને 300 વર્ષમાં ભાવનગર પ્રસ્થાન કરી રહ્યું છે. જેના ઉપલક્ષમાં ત્રિદિવસીય ભાવનગર કાર્નિવલનું(Bhavnagar Carnival)  આયોજન કરાયું છે. જેમાં કાર્નિવલમાં પ્રખ્યાત કલાકારોએ લોકોને ગુજરાતી ગીતોના તાલે જલ્સો કરાવ્યો હતો. ભાવનગરની સ્થાપના 1723માં મહારાજા ભાવસિંહજી ગોહિલે કરી હતી.ત્યારબાદ ભારત દેશની આઝાદી બાદ દેશને અખંડ કરવામાં મહારાજા શ્રી કૃષ્ણકુમાર સિંહજીએ પોતાનું રાજપાઠ સૌથી પહેલા અર્પણ કરી દેશને એક કરવામાં સૌથી મોટું પ્રદાન આપ્યું હતું

ભાવનગરમાં કંઈ કેટલીય તડકી-છાયડી સાથે અડીખમ અને ઉઝળા ઈતિહાસનું સાક્ષી છે.જેને લઈ ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું..ભાવનગરમાં 2થી 4 મે સુધી ભાવનગર કાર્નિવલનું આયોજન કરાયું છે અને જેમાં સોમવારે  સાંજે કાર્નિવલમાં પ્રખ્યાત કલાકારો પાર્થિવ ગોહિલ, કિંજલ દવે, સાઈરામ દવેએ ભાવનગરની પ્રજાજનોને ગુજરાતી ગીતોના તાલે જલ્સો કરાવ્યો હતો.. મહામહિમ રાજ્યપાલ દેવવ્રતજીની ઉપસ્થિતિમાં સાંજે 7 કલાકે આ કાર્નિવલનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો

ઉલ્લેખનીય છે કે, ભાવેણાની સ્થાપના 1723માં મહારાજા ભાવસિંહજી ગોહિલના હાથે થયેલ, ત્યારબાદ ભારત દેશની આઝાદી બાદ દેશને અખંડ કરવામાં મહારાજા શ્રી કૃષ્ણકુમાર સિંહજીએ પોતાનું રાજપાઠ સૌથી પહેલા અર્પણ કરી દેશને એક કરવામાં સૌથી મોટું પ્રદાન આપ્યું હતું અને જેમનું સૂત્ર હતુ મારી પ્રજાનું કલ્યાણ થજો તેવા મહારાજા કૃષ્ણકુમારસિંહજીના ભાવનગરના સ્થાપના દિવસની આજે ઉજવણી થઈ રહી છે. લોકો ભારે ઉત્સાહ થી ઉજવણી કરી ભાવનગરના લોકો ગોહિલ પરિવાર અને ગોહિલ પરિવારના મહારાજાઓને યાદ કરી રહ્યા છે..

Next Video