સાબરકાંઠાઃ હિંમતનગર માર્કેટયાર્ડમાં ખેડૂતોની લાંબી કતારો જામી, હોળી પહેલા ભાવો સારા મળતા ખુશી

|

Mar 18, 2024 | 6:57 PM

સાબરકાંઠા જિલ્લામાં રવિ સિઝનમાં ખેડૂતોને ઉત્પાદન સારું થયુ છે સાથે જ હાલમાં હોળી અગાઉ ભાવ પણ સારા મળી રહ્યા છે. હોળીના તહેવારો પહેલા જ માર્કેટયાર્ડોમાં ખેડૂતો ખેત પેદાશ વેચવા માટે વહેલી સવારથી જ લાંબી કતારો લગાવેલ જોવા મળી રહ્યા છે. હિંમતનગર એપીએમસીમાં પણ આવા જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

હિંમતનગર એપીએમસી આગળ વહેલી સવારથી જ ખેડૂતો લાંબી કતારો જમાવી રહ્યા છે. સપ્તાહની શરુઆતની સવારે જ ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે. હિંમતનગ માર્કેટયાર્ડ બહાર પણ મોટી સંખ્યામાં ખેડૂતોના વાહનો ખડકાયેલા નજર આવી રહ્યા હતા. હોળીના તહેવારો પહેલા જ ખેડૂતો પોતાની ખેતપેદાશોને વેચવા માટે માર્કેટયાર્ડમાં ઉમટી પડ્યા છે.

આ પણ વાંચો:  સાબરકાંઠાઃ અંતરિયાળ વિસ્તારમાં મતદાન કેન્દ્રો માટે ‘શેડો એરિયા’ સમસ્યા મોટો પડકાર

ખેડૂતો, રવિ સિઝનની ખેત પેદાશોને વેચવા માટે માર્કેટયાર્ડમાં મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. જેમાં ઘઉં, ચણા, મકાઇ અને દિવેલા સહિતના પાકને વેચવા માટે ખેડૂતો ઉમટી રહ્યા છે. બજારમાં હાલમાં ખેત પેદાશના ભાવ પણ સારા મળતા હોવાને લઈ ખેડૂતોના ચહેરા ખુશહાલ જોવા મળી રહ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

 

Published On - 6:56 pm, Mon, 18 March 24

Next Video