સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદથી વધી મુશ્કેલી, ખેડૂતો મુકાયા ચિંતામાં

|

Oct 11, 2022 | 5:09 PM

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાના પગલે હવામાન વિભાગે (Meteorological Department) ગુજરાતના કેટલાક ભાગોમાં હજુ પણ વરસાદ (Rain) થવાની આગાહી કરી છે. જે અનુસાર આજે વહેલી સવારથી સુરતમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સુરત શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.

ગુજરાતમાં (Gujarat) ચોમાસાની (Monsoon 2022) સત્તાવાર પૂર્ણાહુતી થઈ ગઈ છે. પરંતુ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા હવામાન પર તેની અસર જોવા મળી છે. ગુજરાતમાં ચોમાસું પૂર્ણ થઇ ગયુ હોવા છતા સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. સુરત શહેરના અનેક વિસ્તારમાં વરસાદી (Rain) માહોલ છવાયેલો જોવા મળ્યો. સુરત શહેરના વરાછા, કાપોદ્રા, સ્ટેશન રોડ, અઠવાલાઈન્સ સહિતના વિસ્તારમાં વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયું છે.

સુરતના અનેક વિસ્તારમાં વરસાદ

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાના પગલે હવામાન વિભાગે ગુજરાતના કેટલાક ભાગોમાં હજુ પણ વરસાદ થવાની આગાહી કરી છે. જે અનુસાર આજે વહેલી સવારથી સુરતમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સુરત શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. પીપલોદ, રાંદેર, અડાજણ, ડુમ્મસ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદના પગલે રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સુરત શહેરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદી વાતાવરણના પગલે શહેરીજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ખેડૂતોમાં ચિંતાનો માહોલ

કમોસમી વરસાદના પગલે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં કમોસમી વરસાદના પગલે ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતિ છે. ચોમાસાની વિદાય પછી પણ વરસાદ થવાના પગલે ખેડૂતોને ભારે નુકસાન પહોંચી શકે છે.

Next Video