ધંધુકા હત્યા કેસ મુદ્દે ગૃહ રાજ્યપ્રધાનનું નિવેદન, “હત્યા એક ષડયંત્ર છે, યુવાનોની અંદર કટ્ટરવાદનું ઝેર ભરનારા મૌલવીની ધરપકડ થઇ છે”
મૃતકના પરિવારજનો સાથે મુલાકાત બાદ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું, યુવકોને રિવોલ્વર આપનાર મૌલવી છે, કોઈ સામાન્ય વ્યક્તિ નથી. મૌલવીએ યુવાનોને રિવોલ્વર અને પાંચ કારતૂસ આપ્યા હતા.
ધંધુકા (Dhandhuka) માં યુવકની હત્યા (Murder) કેસમાં પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે. હત્યા કેસમાં અમદાવાદ અને મુંબઈના બે મૌલવીની ભૂમિકા સામે આવી છે. જેને લઇ પોલીસે શબ્બીર અને ઈમ્તિયાઝ નામના બે આરોપીની અટકાયત કરી છે. કોના ઈશારા પર હત્યાને અંજામ અપાયો તે અંગે બંને આરોપીની પોલીસ પૂછપરછ કરી રહી છે. તો સમગ્ર મામલે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી(Harsh Sanghvi)એ કહ્યુ કે ”આ હત્યા એક ષડયંત્ર છે.”
શું છે સમગ્ર મામલો ?
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે સોશિયલ મીડિયામાં એક વિવાદાસ્પદ ધાર્મિક પોસ્ટ કરાઇ હતી. જે બાદ વિવાદાસ્પદ ધાર્મિક પોસ્ટને વિવાદ થયો હતો અને ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા હત્યા કરી દેવામાં આવી હતી. મૃતક કિશનની પોસ્ટ બાદ તેની હત્યાની સોપારી આપવામાં આવી હોવાની શક્યતા છે. એટલું જ નહીં હત્યા પહેલા રેકી પણ કરવામાં આવી હોવાની પોલીસને વિગતો મળી છે.
તો બીજી તરફ સોશિયલ મીડિયામાં ફરતી પોસ્ટની તપાસ માટે અમદાવાદ સાયબર ક્રાઇમની પણ મદદ લેવામાં આવી છે. જે લોકો ઉશ્કેરણીજનક પોસ્ટ કરી રહ્યાં છે તેમના પર પણ કાર્યવાહી કરવા પોલીસના સિનિયર અધિકારીઓએ સૂચના આપી દીધી છે. હાલ પોલીસ પોસ્ટ અંગે પુરાવા એકઠા કરવાનું અને પોસ્ટ કરનારની શોધખોળ કરી રહી છે.
ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીનું નિવેદન
બીજી તરફ મૃતકના પરિવારજનો સાથે મુલાકાત બાદ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું, આ હત્યા એક ષડયંત્ર છે, યુવકોને રિવોલ્વર આપનાર મૌલવી છે, કોઈ સામાન્ય વ્યક્તિ નથી. મૌલવીએ યુવાનોને રિવોલ્વર અને પાંચ કારતૂસ આપ્યા હતા. હર્ષ સંઘવીએ એમપણ કહ્યું કે, આ યુવાનોની અંદર કટ્ટરવાદનું ઝેર ભરનારા મૌલવીની અમદાવાદમાંથી ધરપકડ કરાઈ છે. યુવકની હત્યા પ્રી-પ્લાન હતી તેમજ હત્યારાને મદદ કરવા માટે આગોતરું આયોજન હતું.
આ તરફ હત્યા કેસમાં સંડોવાયેલા હત્યારાઓની વિગતો પણ સામે આવી છે. પોલીસ અનુસાર હત્યા કરનાર બંને શખ્સો ધંધુકાના જ વતની છે. જેમાંથી એક આરોપી ધંધુકામાં કાર વોશનું ગેરેજ ધરાવે છે.
આ પણ વાંચો-
Surat માં ડ્રગ્સનો કાળો કારોબાર, પોલીસે ચરસના જથ્થા સાથે એકની ધરપકડ કરી
આ પણ વાંટો-
Rajkot: સિટી બસના ડ્રાઈવરની દાદાગીરી આવી સામે, જાહેરમાં વૃદ્ધને માર માર્યો, જુઓ વીડિયો