પ્રાથમિક શિક્ષણ સંઘને શિક્ષકોનુ સૌથી મોટુ સંઘ માનવામાં આવે છે,ત્યારે તેમના કાર્યક્રમ માટે પગારમાંથી કપાત કરતો સરકારી પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જે બાદ શિક્ષકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. આજે પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘે, અધિવેશનમાં પગારમાંથી રૂપિયા કપતા વિરોધ નોંધાવ્યો છે. તો શિક્ષણ વિભાગના નિર્ણયને પ્રાથમિક શિક્ષણ મહાસંઘે ગેરવ્યાજબી પણ ગણાવ્યો છે. શિક્ષકોનુ કહેવુ છે કે પગારમાંથી કપાતની આવી ભલામણ કરવી અયોગ્ય છે. અને ક્યારેય પણ આ પ્રકારની ભલામણ ન થઈ હોવાનુ જણાવ્યુ છે. ત્યારે પરિપત્રને કારણે શિક્ષકોમાં આક્રોશ ફેલાયો છે. તો સાથે જ વહેલામાં વહેલી તકે પરિપત્રને પરત લેવાની શિક્ષકોની ઉગ્ર માગ કરી છે.
10 ફેબ્રુઆરીએ પગાર કપાતનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો.જેના કારણે શિક્ષકો છેલ્લા બે દિવસથી વિરોધ કરતા જોવા મળી રહ્યા છે. આજે શિક્ષણ મહાસંઘ દ્વારા આજે વિરોધ નોંધાવી પરિપત્ર રદ્દ કરવા માગ કરવામાં આવી છે. તો આ તરફ શિક્ષણ મહાસંઘના મહામંત્રી અનિરુદ્ધસિંહનુ કહેવુ છે કે ઈતિહાસમાં ક્યારેય આ પ્રકારનો પરિપત્ર જાહેર કરાયો નથી અને આ ભલામણ અયોગ્ય છે. જેથી આ પરિપત્રને તાત્કાલિક ધોરણે રદ્દ કરવામાં આવે.
Published On - 1:31 pm, Sun, 12 February 23