Rajkot : ચૂંટણી નજીક આવતા આકરામૂડમાં નેતાઓ, આ રાજ્યમંત્રી AAP પર પ્રહાર કરવામાં ભૂલ્યા ગરિમા

|

Sep 20, 2022 | 12:54 PM

અરવિંદ કેજરીવાલ (Arvind kejriwal)  પર નિશાન સાધતા રાજ્ય મંત્રી અરવિંદ રૈયાણીએ વિવાદીય નિવેદન આપ્યુ.

રાજ્યના વાહન વ્યવહાર પ્રધાન અરવિંદ રૈયાણી(Arvind Raiyani) આમ આદમી પાર્ટી પર પ્રહાર કરવામાં મર્યાદા ભૂલ્યા. અરવિંદ કેજરીવાલ (Arvind kejriwal)  પર નિશાન સાધતા અરવિંદ રૈયાણીએ કહ્યું કે ગુજરાતના (Gujarat) લોકો બહારના ડફેરોને ક્યારેય નહીં સ્વીકારે. AAP પર નિશાન સાધવામાં અરવિંદ રૈયાણીએ વિવાદીત નિવેદન આપ્યું.

BJP રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા આજે સૌરાષ્ટ્રમાં

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Election 2022) પહેલા રાજકીય પક્ષોની ચહેલ-પહેલ વધી છે. રાજકીય પક્ષોના ટોચના નેતાઓના પ્રવાસ ઉપરા-છાપરી ગોઠવાઈ રહ્યાં છે, ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા (BJP President J. P. Nadda)પણ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા છે. જે.પી.નડ્ડા પોતાની મુલાકાતમાં ખેડૂતો અને સૌરાષ્ટ્ર (saurashtra) પર ખાસ ફોક્સ કરવાના છે. ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા આજે મિશન સૌરાષ્ટ્ર પર જશે. સૌરાષ્ટ્રની રાજનીતિના એપી સેન્ટર રાજકોટમાં ચૂંટાયેલા જન પ્રતિનિધિઓના મહા સંમેલનમાં જે.પી.નડ્ડા ભાગ લેશે.

Next Video