રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
આગામી 5 દિવસમાં દક્ષિણ ગુજરાતના વિવિધ શહેરોમાં અતિભારે વરસાદ વરસી શકે છે. જેમાં સુરત અને નવસારીનો સમાવેશ થાય છે. તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના કેટલાંક શહેરોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસમાં દક્ષિણ ગુજરાતના વિવિધ શહેરોમાં અતિભારે વરસાદ વરસી શકે છે. જેમાં સુરત અને નવસારીનો સમાવેશ થાય છે. તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના કેટલાંક શહેરોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ભારે વરસાદની આગાહી પર નજર કરીએ તો ડાંગ, તાપી અને વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે. તો પોરબંદર, અમરેલી, જૂનાગઢ, દ્વારકા અને ગીરસોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી છે. તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદ પડી શકે છે. જોકે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે.