Gujarati Video: મહેસાણામાં પાકિસ્તાની નાગરિકોના ગેરકાયદે ચૂંટણી કાર્ડ કઢાવવાના મુદ્દે નોંધાઈ ફરિયાદ

|

Jun 23, 2023 | 12:42 PM

મહેસાણામાં પાકિસ્તાની નાગરિકોના ગેરકાયદે ચૂંટણી કાર્ડ કઢાવવા મુદ્દે પોલીસ ફરિયાદ થઈ છે. એક વર્ષ બાદ પાલિકાના અધિકારીએ A ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ભારતીય નાગરિકતા મેળવવા પાકિસ્તાની નાગરિકોએ ગેરકાયદે ચૂંટણી કાર્ડ કઢાવતા કાર્યવાહી કરવામાં આવી છે.

Mehsana : મહેસાણામાં પાકિસ્તાની નાગરિકોના ગેરકાયદે ચૂંટણી કાર્ડ કઢાવવા મુદ્દે પોલીસ ફરિયાદ થઈ છે. એક વર્ષ બાદ પાલિકાના અધિકારીએ A ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ભારતીય નાગરિકતા મેળવવા પાકિસ્તાની નાગરિકોએ ગેરકાયદે ચૂંટણી કાર્ડ કઢાવતા કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે હાલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ખોટું સોગંદનામું કરીને ફોર્મ 6 ભરીને ચૂંટણી અને આધાર કાર્ડ કઢાવ્યું હતું.

આ પણ વાંચો : Mahesana : ફાર્મસી કોલેજમાં વિદ્યાર્થિનીના મોતના કેસમાં મોટો ઘટસ્ફોટ, સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કરી હત્યા, જુઓ Video

જૂન 2022થી ચાલતી તપાસમાં પાકિસ્તાની નાગરિકો વિરૂદ્ધ ફરિયાદ થઈ છે. પરંતુ ચૂંટણી કાર્ડની ચકાસણી અને મંજૂર કરનાર અધિકારી સામે હજુ કોઈ કાર્યવાહી નહીં થતા અનેક સવાલો ઉભા થયા છે. શહેરના ઈન્દિરાનગરમાં છેલ્લા કેટલાય સમયથી પાકિસ્તાની પરિવાર વસવાટ કરે છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video