સરકારી કાર્યક્રમો પર કોરોનાનું ગ્રહણ: CM ભૂપેન્દ્ર પટેલે આ તારીખ સુધીના પોતાના તમામ કાર્યક્રમો રદ કર્યા

|

Jan 07, 2022 | 11:54 AM

સરકારી કાર્યક્રમો પર કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. વાયબ્રન્ટ બાદ હવે CM ભૂપેન્દ્ર પટેલે પોતાના તમામ કાર્યક્રમો રદ કર્યા છે.

Gandhinagar: કોરોના સંક્રમણ વધવા સાથે સરકારી કાર્યક્રમો પર રોક લગાવી દેવામાં આવી છે. વાઈબ્રન્ટ સમિટ (Gujarat Vibrant Summit 2022) મોકૂફ કર્યા બાદ તમામ સરકારી કાર્યક્રમો રદ કરવાનો મોટો નિર્ણય લીધો છે. જણાવી દઈએ કે મુખ્યમંત્રીએ 15 જાન્યુઆરી સુધીના તમામ કાર્યક્રમો રદ કર્યા છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) પોતાના તમામ કાર્યક્રમો રદ કર્યાના અહેવાલ હાલ મળ્યા છે. આ ઉપરાંત મંત્રીઓને પ્રભારી જિલ્લામાં કોરોના સ્થિતિની સમીક્ષા કરવા સૂચના આપી દેવામાં આવી છે.

જાહેર છે છે સૌથી વધુ નિયમોનો ભંગ સામાજિક અને રાજકીય કાર્યક્રમોમાં જોવા મળે છે. ત્યારે સરાકારે હાલ પોતાનાથી શરૂઆત કરી છે. સરકારે પ્રથમ સરકારી કાર્યક્રમો રદ કર્યા છે. તો 15 જાન્યુઆરીથી મુખ્યમંત્રી પોતાના નિવાસ સ્થાન કે CMO થી કોરોનાની સમીક્ષા કરશે. તો જે મંત્રીઓને પ્રભારી જિલ્લામાં મુકવામાં આવ્યા છે. ત્યાં બે દિવસમાં જઈને સંપૂર્ણ સમીક્ષા કરવાનું કહેવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે કોરોના મહામારીને પગલે હાલ દેશ અને રાજયમાં સ્થિતિ વણસી રહી છે. ત્યારે વાઇબ્રન્ટ સમિટ (Vibrant Gujarat Global Summit)મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. 10 થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન યોજાનારી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (Vibrant Gujarat Global Summit )હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. બાદમાં સમિટને લઇને નવી તારીખો જાહેર કરવામાં આવશે.

અમદાવાદમાં પતંગોત્સવ અને ફલાવર શો રદ કરાયો

તો બીજી તરફ કોરોના મહામારીને પગલે અમદાવાદમાં પતંગોત્સવ અને ફલાવર શોને પણ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનાર આ બંને કાર્યક્રમો રદ કરવાનો આખરે સરકારે પ્રજાના હિતમાં નિર્ણય કર્યો છે.

 

આ પણ વાંચો: દાહોદ જિલ્લામાં 12 માસની બાળકીને કોરોના આવતા ખળભળાટ: રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા વધી

આ પણ વાંચો: અમદાવાદમાં સરકારની ગાઈડલાઈનના ધજાગરા: માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં ફરી રહ્યા છે લોકો, તંત્ર દ્વારા કોઈ તકેદારી નહીં

Published On - 11:28 am, Fri, 7 January 22

Next Video