AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં સરકારની ગાઈડલાઈનના ધજાગરા: માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં ફરી રહ્યા છે લોકો, તંત્ર દ્વારા કોઈ તકેદારી નહીં

અમદાવાદમાં સરકારની ગાઈડલાઈનના ધજાગરા: માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં ફરી રહ્યા છે લોકો, તંત્ર દ્વારા કોઈ તકેદારી નહીં

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2022 | 10:47 AM
Share

અમદાવાદમાં નવા 110 ઘરોના 452 લોકોને માઈક્રો કન્ટેઇનમેન્ટમાં મુકાયા છે. આ સાથે શહેરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારની સંખ્યા વધીને 120 થઇ છે. તેમ છતાં નિયમોનો ભંગ જોવા મળી રહ્યો છે.

Corona in Ahmedabad: નિયમો તોડવામાં લોકો કરતાં વધુ બેદરકાર AMCનું આરોગ્ય તંત્ર હોવાનું સામે આવ્યું છે. એક તરફ કેન્દ્ર સરકાર માઈક્રો કન્ટેનમેન્ટ (micro-containment zone) પર વધુ ભાર આપી રહી છે. તો બીજીતરફ AMC તંત્રને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનની કોઈ પડી જ નથી. શહેરના મણિનગર વિસ્તારમાં આવેલા અનુપમ ફ્લેટના 16 મકાનો માઈક્રો કન્ટેનમેન્ટમાં મૂકાયા છે.

પરંતુ ત્યાના રહીશો ખુલ્લેઆમ બજારમાં ફરી રહ્યા છે. શહેરમાં આવા તો અનેક માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન છે. પણ ફક્ત નામ પૂરતા બોર્ડ લગાવેલા છે. નિયમોનું કોઈ જ પાલન થતું જણાતું નથી. નિયમ મુજબ પોલીસ સુરક્ષા હોવી જોઈએ. પરંતુ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં દેખરેખ રાખનારું કોઈ જ નથી હોતું.

જણાવી દઈએ કે અમદાવાદમાં (Ahmedabad) કોરોનાના (Corona )કેસ દિવસે દિવસે વધી રહ્યા છે. અમદાવાદમાં વધુ 16 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ (micro containment ) ઝોનમાં મુકવાનો નિર્ણય કરાયો છે. તેમજ 4 વિસ્તારને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા છે. સૌથી વધુ બોડકદેવ, વસ્ત્રાપુર, બોપલ અને થલતેજના 5 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે. તો નવા 110 ઘરોના 452 લોકોને માઈક્રો કન્ટેઇનમેન્ટમાં મુકાયા છે. આ સાથે શહેરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારની સંખ્યા વધીને 120 થઇ છે.

 

આ પણ વાંચો: અમદાવાદ: વાડજ સર્કલ પાસે સર્જાયો અકસ્માત, મંદિર સાથે ટકરાઈ AMTS બસ, જાણો વિગત

આ પણ વાંચો: કોરોના સામે સરકાર એક્શન મોડમાં: દરેક જિલ્લામાં IAS અધિકારીઓને સોંપાઈ જિલ્લા પ્રભારી સચિવની જવાબદારી

g clip-path="url(#clip0_868_265)">