Ahmedabad : પેપર કપ બાદ હવે આવી ચાની થેલીઓ પણ બંધ થશે ! ડેપ્યુટી કમિશનર સી.આર.ખરસાણે આપ્યુ મોટુ નિવેદન

|

Jan 24, 2023 | 8:02 AM

પ્રતિબંધ હોવા છતાં અમુક ચાની કિટલીઓ પર આ થેલીઓમાં ચા પાર્સલ કરીને આપવામાં આવે છે, ત્યારે પેપર કપ પર પ્રતિબંધ બાદ હવે આવી ચાની થેલીઓ પણ બંધ થઈ જશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલી કીટલીઓ અને લારીઓ પર પેપર કપ વાપરવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ઉપરાંત તેનાથી પણ કડક કાર્યવાહીના ભાગરૂપે હવે ચાની કીટલીઓ ઉપર પાર્સલ કરવા માટે 60 માઈક્રોનથી ઓછી જાડાઈની થેલીઓ વાપરવામાં આવે છે, તેના પર પણ પ્રતિબંધ છે. જો કે પ્રતિબંધ હોવા છતાં અમુક ચાની કિટલીઓ પર આ થેલીઓમાં ચા પાર્સલ કરીને આપવામાં આવે છે, ત્યારે પેપર કપ પર પ્રતિબંધ બાદ હવે આવી ચાની થેલીઓ પણ બંધ થઈ જશે.

60 માઈક્રોનથી ઓછી જાડાઈની પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ

ચાની લારીઓ અને કીટલીઓ પર સંપૂર્ણપણે પેપર કપ અને 60 માઈક્રોનથી ઓછી જાડાઈની પ્લાસ્ટિકની થેલીઓ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ચાની કીટલી પર પાર્સલ કરવા માટે આપવામાં આવતી થેલીઓના વપરાશ બંધ કરાવશે.

Published On - 7:28 am, Tue, 24 January 23

Next Video