શું ક્લબ અને પાર્ટી પ્લોટમાં પણ ગરબાને મળશે મંજૂરી? અરવિંદ વેગડા સહિત 5 કલાકારોએ સરકારને કરી રજૂઆત

શું ક્લબ અને પાર્ટી પ્લોટમાં પણ ગરબાને મળશે મંજૂરી? અરવિંદ વેગડા સહિત 5 કલાકારોએ સરકારને કરી રજૂઆત

| Updated on: Sep 30, 2021 | 10:39 PM

ગુજરાતના જાણીતા કલાકાર અરવિંદ વેગડા સહિત 5 કલાકારોએ શેરી ગરબા બાદ ક્લબ અને પાર્ટીપ્લોટમાં ગરબાને મંજૂરી આપવા માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરી છે.

શેરી ગરબા બાદ હવે ક્લબ અને પાર્ટી પ્લોટમાં પણ ગરબાના આયોજનની મંજૂરી માટે માગ ઉઠી છે. ગુજરાતના જાણીતા કલાકાર અરવિંદ વેગડા સહિત 5 કલાકારોએ રાજ્ય સરકારમાં આ બાબતે રજૂઆત કરી છે. તમને જણાવી દઈએ કે રાજ્ય સરકારે 400 લોકો સાથે શેરી ગરબા કરવાની મંજૂરી આપી છે. ત્યારે આવા સામે 400 લોકો સાથે જ પાર્ટી પ્લોટ અને કલબમાં પણ પરવાનગી આપવા રજૂઆત કરવામાં આવી છે. નવરાત્રીને હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે. જ્યારે જોવું રહ્યું કે આ બાબતે રાજ્ય સરકાર શું નિર્ણય કરે છે.

જો કે મળેલી માહિતી અનુસાર સરકાર આ અંગે વચગાળાનો નિર્ણય લેવા વિચારણા કરી રહી છે. માહિતી અનુસાર આવતીકાલ સુધીમાં કોઈ નિર્ણય આવી શકે છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ રાજ્ય સરકારે કોરોનાને લઈને નવરાત્રીના ઘણા નિર્ણય લીધા હતા. જેમાં નવરાત્રી રશીકો માટે પણ સારા સમાચાર આવ્યા હતા. નિર્ણયમાં શેરી ગરબાને પરવાનગી આપવાની જાહેરાત કરી હતી. ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જે અનુસાર કલબ પાર્ટીપ્લોટમાં ગરબા યોજવાની મંજૂરી આપવામાં આવી ન હતી. જેને લઈને હવે માગ ઉઠી છે.

 

આ પણ વાંચો: Ahmedabad: એરપોર્ટના સ્નિફર ડોગ્સ વય નિવૃત થતાં યોજાયો ભવ્ય વિદાય સમારોહ યોજાયો, જાણો આ ડોગ્સની ખાસિયત

આ પણ વાંચો: મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનો હુંકાર, કર્મચારીઓ અને અધિકારીઓની બેદરકારી નહિ ચલાવી લેવાય

g clip-path="url(#clip0_868_265)">