Surat Video : BRTS કોરિડોરમાં સ્વિંગ ગેટ લગાડનાર એજન્સીને કરાઈ બ્લેકલિસ્ટ, સ્થાયી સમિતિએ અધિકારીઓ પાસે મંગાવ્યો રિપોર્ટ
સુરતમાં BRTS કોરિડોરમાં સ્વિંગ ગેટ લગાડનાર એજન્સીને બ્લેકલિસ્ટ કરવા આદેશ અપાયો છે. અનેક ગેટ બંધ હાલતમાં હોવાથી તાત્કાલિક ધોરણે એજન્સીને બ્લેકલિસ્ટ કરવા સૂચના અપાઈ છે. BRTSમાં અનેક જગ્યાએ ગેટ તૂટેલા તો ક્યાંક બાંધેલી હાલતમાં જોવા મળ્યા છે. BRTS કોરિડોરમાં લગાવેલા 278 ગેટમાંથી માત્ર 50 જેટલા ગેટ ચાલુ છે.
Surat : સુરતમાં BRTS કોરિડોરમાં સ્વિંગ ગેટ લગાડનાર એજન્સીને બ્લેકલિસ્ટ કરવા આદેશ અપાયો છે. અનેક ગેટ બંધ હાલતમાં હોવાથી તાત્કાલિક ધોરણે એજન્સીને બ્લેકલિસ્ટ કરવા સૂચના અપાઈ છે. BRTS કોરિડોરમાં અનેક જગ્યાએ ગેટ તૂટેલા તો ક્યાંક બાંધેલી હાલતમાં જોવા મળ્યા છે. BRTS કોરિડોરમાં લગાવેલા 278 ગેટમાંથી માત્ર 50 જેટલા ગેટ ચાલુ છે.
આ પણ વાંચો : Surat : ભેસ્તાન ગાર્ડનમાં થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો, સામાન્ય બોલાચાલીમાં મિત્રએ જ કરી મિત્રની હત્યા
મહત્વનું છે કે ખાનગી વાહન BRTS કોરિડોરમાં ન ઘૂસે તે માટે ગેટ લગાવાયા હતા. તેમજ BRTS કોરિડોરમાં થતા અકસ્માત રોકવા સ્વિંગ ગેટ લગાવાયા હતા. જેની પાછળ સાડા ત્રણ કરોડનો ખર્ચ કરાયો હતો. જ્યારે એક ગેટનો ખર્ચ સવા લાખ રૂપિયા જેટલો હતો. ત્યારે હવે 228 ગેટ બંધ હાલતમાં હોવાથી એજન્સીને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવા આદેશ કરાયો છે. અને સ્થાયી સમિતિએ અધિકારીઓ પાસે એજન્સીનો રિપોર્ટ મંગાવ્યો છે.