Gujarati Video : વલસાડ તાલુકાના ગામડાઓમાં દીપડાની દહેશત, વન વિભાગની ટીમે પાંજરુ ગોઠવી દીપડો પકડવાની કામગીરી હાથ ધરી

|

Aug 24, 2023 | 9:56 AM

વલસાડ તાલુકાના ગામડાઓમાં દીપડાની દહેશત જોવા મળી છે. આસપાસના ગામોમાં છેલ્લા 5 દિવસથી દીપડો જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલા વલસાડ પાસે લીલાપોર ગામે દીપડો દેખાયો હતો.

Valsad : છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં દીપડાની દહેશત જોવા મળે છે. ત્યાં વધુ એક વાર વલસાડ તાલુકાના ગામડાઓમાં દીપડાની દહેશત જોવા મળી છે. આસપાસના ગામોમાં છેલ્લા 5 દિવસથી દીપડો જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલા વલસાડ પાસે લીલાપોર ગામે દીપડો દેખાયો હતો.

આ પણ વાંચો : Valsad Video: નવી XUV કારની ચોરી કરનારા માસ્ટર માઈન્ડ ગેંગના બે આરોપી સકંજામાં, CCTVના આધારે તપાસ વધુ હાથ ધરી

ગતરોજ વલસાડની અતુલ કોલોનીમાં દીપડો ફરતો જોવા મળ્યો હતો. જેના પગલે રાત્રે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે. વલસાડ તાલુકાના ગામોમાં દીપડો જોવા મળ્યાની માહિતી વન વિભાગની ટીમને થતા જ તાત્કાલિક ઘરની બહાર નીકળવું મુશ્કેલ દીપડાને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો આ અગાઉ અમરેલીમાં પણ દીપડાની દહેશત જોવા મળી હતી. અમરેલીના જાફરાબાદ તાલુકાના સરોવડા ગામે વૃદ્ધા નિદ્રાધીન હતા તે સમયે અચાનક જ દીપડાએ હુમલો કર્યો હતો. દીપડાએ ગળાના ભાગે હુમલો કરતા વૃદ્ધા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા અને આખરે મોત નિપજ્યું હતુ.

વલસાડ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video