Banaskantha : ભાભરના ખારા ગામમાં કેનાલમાં પડ્યું ગાબડું, ખેતરોમાં પાણી ફરી વળતા એરંડાના પાકને નુકશાન, જુઓ Video

| Edited By: | Updated on: Sep 10, 2023 | 9:01 PM

વારંવાર કેનાલમાં ગાબડા પડતા ખેડૂતોએ કેનાલમાં બેસી રામધૂન બોલાવી હતી. કેનાલની સફાઈ કર્યા વગર પાણી છોડયું હોવાનો ખેડૂતોનો આરોપ છે. ખેડૂતોએ નર્મદા વિભાગના અધિકારીઓને કેનાલનું સમારકામ અને સાફ સફાઈ કરી પાણી છોડવાની માગ કરી હતી. આગામી સમયમાં પાણી છોડવામાં નહીં આવે તો ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

Banaskantha : રાજ્યમાં પહેલાથી વરસાદ (Rain) ખેંચાયો છે, તેથી ખેડૂતોને પાણીની તંગી છે અને એમાંય તંત્રની બેદરકારીના કારણે હજારો લિટર પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. બનાસકાંઠાના ભાભરના ખારા ગામમાં ખડોસણ માઈનોર કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડયું છે. કેનાલના પાણી ખેતરોમાં ફરી વળતા એરંડાના પાકને ભારે નુકસાન પહોંચ્યું.

આ પણ વાંચો Banaskantha : એક લાઈકની લ્હાયમાં લાઈફને જોખમમાં મૂકતા લોકો, અંબાજીમાં જોખમી સેલ્ફી લેતા યુવાનોનો વીડિયો સામે આવ્યો

વારંવાર કેનાલમાં ગાબડા પડતા ખેડૂતોએ કેનાલમાં બેસી રામધૂન બોલાવી હતી. કેનાલની સફાઈ કર્યા વગર પાણી છોડયું હોવાનો ખેડૂતોનો આરોપ છે. ખેડૂતોએ નર્મદા વિભાગના અધિકારીઓને કેનાલનું સમારકામ અને સાફ સફાઈ કરી પાણી છોડવાની માગ કરી હતી. આગામી સમયમાં પાણી છોડવામાં નહીં આવે તો ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. બીજી તરફ ખેડૂતોએ નર્મદા વિભાગના અધિકારીઓ પર આક્ષેપ લગાવ્યા છે કે, કેનાલની સફાઈ માટે અધિકારીઓ પૈસા માગે છે.

(With Input : Dinesh Thakor)

બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો