સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, જિલ્લા પ્રશાસને બપોરે કામ સિવાય બહાર ન નીકળવા કરી અપીલ, જુઓ વીડિયો

|

Mar 28, 2024 | 4:43 PM

સુરેન્દ્રનગર જિલ્લામાં અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હિટવેવની પરિસ્થિતિ વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન 41 ડિગ્રીને પાર થયું હોવાનું સામે આવ્યુ છે. ત્યારે સુરેનદ્રનગરના જિલ્લા પ્રશાસન વિભાગે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.

હવામાન વિભાગે રાજ્યમાં ગરમીની આગાહી કરી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હિટવેવની પરિસ્થિતિ વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન 41 ડિગ્રીને પાર થયું હોવાનું સામે આવ્યુ છે. ત્યારે સુરેન્દ્રનગરના જિલ્લા પ્રશાસન વિભાગે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. તેમજ બપોરના સમયે કામ સિવાય બહાર ન નીકળવા અપીલ કરી છે. ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા છે.

બીજી તરફ હવામાન વિભાગે આગામી 5 દિવસ વાતાવરણ સુકૂ રહે તેની સાથે સાથે ગરમીમાં વધારો થાય તેવી સંભાવના છે. ઉત્તર-પશ્ચિમ દિશા તરફથી પવનો ફૂંકાતા વધુ ગરમી પડે તેવી સંભાવના છે. આગામી બે દિવસ બનાસકાંઠા અને આણંદમાં હીટવેવનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ આગામી  5 દિવસ બાદ 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટી શકે છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video