Tapi: ભર વરસાદમાં નીકળી ત્રિરંગા યાત્રા, દેશભક્તિનો અનોખો જુવાળ જોવા મળ્યો

|

Aug 15, 2022 | 2:50 PM

તાપી (Tapi) જિલ્લાના વ્યારા શહેરમાં જે. બી. એન્ડ એસએ શાળા ખાતેથી 1151 ફૂટ લાંબા રાષ્ટ્રીય ધ્વજ સાથે ત્રિરંગા યાત્રા શહેરમાં નીકળી હતી. જો કે ત્રિરંગા યાત્રા દરમિયાન વ્યારામાં વરસાદ વરસવાની શરુઆત થઇ ગઇ હતી.

રાજ્યભરમાં (Gujarat ) “આઝાદી કા અમૃત મહોત્સવ’’ (Azadi ka Amrit Mohotsav) અંતર્ગત 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ દરમ્યાન ‘‘હર ઘર ત્રિરંગા’’ કાર્યક્રમની ઉજવણી (Celebration ) થઇ રહી છે. ત્યારે તાપી (Tapi) જિલ્લામાં આ અંતર્ગત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તાપી જિલ્લાના વ્યારામાં 15 ઓગસ્ટ અંતર્ગત ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જો કે તિરંગા યાત્રા દરમિયાન ધોધમાર વરસાદ શરુ થઇ ગયો હતો. જો કે વરસતા વરસાદમાં પણ નાગરિકો ત્રિરંગા યાત્રામાં જોડાયા હતા.

દેશભક્તિનો લોક જુવાળ જોવા મળ્યો

તાપી જિલ્લાના વ્યારામાં વિશાળ ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સમગ્ર દેશ અને રાજ્યમાં આજે સ્વતંત્રતા પર્વની માનભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે તાપી જિલ્લાના વ્યારા શહેરમાં જે. બી. એન્ડ એસએ શાળા ખાતેથી 1151 ફૂટ લાંબા રાષ્ટ્રીય ધ્વજ સાથે ત્રિરંગા યાત્રા શહેરમાં નીકળી હતી. જો કે ત્રિરંગા યાત્રા દરમિયાન વ્યારામાં વરસાદ વરસવાની શરુઆત થઇ ગઇ હતી. જો કે દેશપ્રેમ આગળ વ્યારાના નાગરિકોએ વરસાદને ગણકાર્યો નહીં. બાળકો અને નગરજનોએ ત્રિરંગા યાત્રા વ્યારા નગરમાં કાઢી રાષ્ટ્રીય ધ્વજની ગરીમાં જાળવી રાખી હતી. ત્રિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. ભર વરસાદમાં નાગરિકો વિશાળ ત્રિરંગા સાથે યાત્રામાં જોડાયા હતા. વરસાદી માહોલ વચ્ચે દેશભક્તિનો અનોખો જુવાળ જોવા મળ્યો હતો.

તાપી નદીમાં આવેલા ટાપુ પર તિરંગો લહેરાવાયો

બીજી તરફ તાપીના ઉકાઈ જળાશયના ઉચ્છલના સેલુડ ગામે તાપી નદીમાં આવેલા ટાપુ પર તિરંગો લહેરાવાયો છે. વન વિભાગે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ચાલી રહેલા કાર્યક્રમ અંતર્ગત ટાપુ પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો. ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં આ ટાપુ આવેલો છે. વન વિભાગની ટીમ અહીં પહોંચી હતી અને તિરંગો લહેરાવ્યો હતો.

Next Video