Tapi: 31 ડિસેમ્બર અને ન્યુ યરની ઉજવણીને ધ્યાને રાખી સોનગઢ ચેકપોસ્ટ પર મહારાષ્ટ્રથી આવતા વાહનોનું સઘન ચેકિંગ

|

Dec 30, 2022 | 11:40 PM

Tapi: 31st અને ન્યુયરની ઉજવણીને ધ્યાને રાખી યુવાધનને નશાને રવાડે ચડતુ અટકાવવા સોનગઢ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. મહારાષ્ટ્ર તરફથી આવતા વાહનોનું સતત ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે.

31st અને ન્યુયરની પાર્ટીને લઈને તાપી પોલીસ સતર્ક બની છે. ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ ઘુસાડવામાં ન આવે તે માટે પોલીસે 10થી વધુ ચેકપોસ્ટ બનાવી ચેકિંગ શરૂ કર્યું છે. જેમાં તાપીમાં સોનગઢ ચેકપોસ્ટ પર મહારાષ્ટ્રથી આવતા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. સાથે જ હોટેલ અને ફાર્મહાઉસ પર પોલીસ બાજ નજર રાખી રહી છે. તાપીના Dy.SP સી.એમ. જાડેજાએ જણાવ્યુ કે જિલ્લાની કુલ 15 આંતરરાજ્ય ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ સતત 24 કલાક કરવામાં આવી રહ્યુ છે. જેમાં કંઈપણ ગેરકાયદે જણાશે તો તેમને રોકી કાયદાનું પાલન થાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે.

વાપીની ડાભેલ અને કચીગામ ચેકપોસ્ટ પર પોલીસની કાર્યવાહી

31stની ઉજવણીને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, કેટલાક તત્વો દ્વારા 31stની ઉજવણી નશીલા પદાર્થોનું સેવન કરીને કરવામાં આવે છે. આવા તત્વોને ડામવા અને યુવાધનને નશાના માર્ગે જતુ રોકવા માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ તરફ વલસાડમાં પણ 31stની પૂર્વ સંધ્યાએ પોલીસે સપાટો બોલાવતા 150થી વધુ લોકોને નશાની હાલતમાં પકડી પાડ્યા છે.

જિલ્લાની 35 આંતરરાજ્ય ચેકપોસ્ટ પર પોલીસનું સઘન ચેકિંગ કરવામાં આવ્યુ છે. વાપીના ડાભેલ અને કચીગામ ચેકપોસ્ટ પર નશાખોરોને રાખવા માટે મંડપ બાંધવામા આવ્યા છે. પોલીસ સ્ટેશન પર મંડપ બાંધવામાં આવ્યા છે. 31stને લઈ સમગ્ર જિલ્લામાં પોલીસે સ્પેશ્યિલ ડ્રાઈવ શરૂ કરી છે.

Next Video