T20 ક્રિકેટના લાઇવ સ્ટ્રીમિંગના કૌભાંડનો પર્દાફાશ, સાયબર ક્રાઇમે 2 શખ્સોને ઝડપ્યા

|

Jun 23, 2024 | 9:40 PM

સાયબર ક્રાઇમે ગેરકાયદે ક્રિકેટનું લાઇવ સ્ટ્રીમિંગ કરતા 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. ઊંઝા અને અમદાવાદમાંથી આ 2 શખ્સોની અટકાયત કરવામાં આવી છે. પાકિસ્તાનથી લાઈવ સ્ટ્રીમિંગના સિગ્નલ પોતાના સર્વર પર ડાયવર્ટ કરતા હતા અને મેજિક વિન નામની એપ્લિકેશન પર ગેરકાયદે સ્ટ્રીમિંગ કરવામાં આવતું હતું.

હાલમાં T-20 ક્રિકેટ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. ત્યારે ક્રિકેટના લાઇવ સ્ટ્રીમિંગના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સાયબર ક્રાઇમે ગેરકાયદે ક્રિકેટનું લાઇવ સ્ટ્રીમિંગ કરતા 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. ઊંઝા અને અમદાવાદમાંથી આ 2 શખ્સોની અટકાયત કરવામાં આવી છે.

પાકિસ્તાનથી લાઈવ સ્ટ્રીમિંગના સિગ્નલ પોતાના સર્વર પર ડાયવર્ટ કરતા હતા અને મેજિક વિન નામની એપ્લિકેશન પર ગેરકાયદે સ્ટ્રીમિંગ કરવામાં આવતું હતું. ત્યારે આ બાબતની જાણ હોટસ્ટારને થતાં ડિઝની+હોટસ્ટારના લીગલ એડવાઇઝરે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે સાયબર ક્રાઇમે ફરિયાદને લઇ કાર્યવાહી કરી છે. તો સમગ્ર રેકેટનો માસ્ટર માઇન્ટ કેનેડામાં હોવાની પણ માહિતી સામે આવી છે.

ગેરકાયદેર લાઈવ સ્ટ્રીમિંગ અને ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનું બેવડું કૌભાંડ અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યુ્ં છે. T20 World Cup 2024 ક્રિકેટ મેચોનુ ગેરકાયદે રીતે સ્ટ્રીમીંગ કરનાર ગેંગના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.તો મુખ્ય આોપી ઊંઝાનો માસ્ટર માઇન્ડ શુભમ પટેલ કેનેડામાં રહીને પાકિસ્તાની કેબલ ઓપરેટરના ડિકોડરના કી પાસવર્ડ લઈ ઊંઝામાં રહેલા દિવ્યાંશું પટેલની મદદથી વિવિધ વેબસાઈટ અને એપ્લિકેશન પર ગેરકાયદેસર લાઈવ પ્રસારણ કરાવતો હતો.

ડિઝની હોટ સ્ટાર કંપનીના લીગલ એડવાઇઝરની ફરિયાદ બાદ અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ શરૂ કરાઇ હતી અને તેમાં ચોકાવનારી હકીકતો સામે આવી હતી. બેવડા કૌભાંડનું નેટવર્ક વાયા કેનેડા, દુબઇ થઈ પાકિસ્તાનથી ભારતમાં ચલાવવામાં આવતું હતું.તો પોલીસે 2આરોપીની ધરપકડ કરી 61 હજારનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Published On - 5:43 pm, Sun, 23 June 24

Next Video