Rajkot: બિપોરજોય વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ, સૌરાષ્ટ્ર જતી NDRFની ટીમને રાજકોટથી લોજિસ્ટિક પૂરા પડાશે, જુઓ Video

|

Jun 11, 2023 | 7:39 PM

રાજકોટમાં બિપોરજોય વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ બન્યું છે. રાજકોટમાં તમામ કર્મચારીઓની રજા રદ કરાઇ છે. રાજ્ય સરકારની SOP મુજબ કામગીરી થઇ રહી છે. જોકે સૌરાષ્ટ્ર જતી NDRFની ટીમને રાજકોટથી લોજિસ્ટિક પૂરા પડાશે

Rajkot: બિપોરજોય વાવાઝોડાને લઇને રાજકોટમાં તંત્ર હાઇ એલર્ટ પર છે. રાજકોટમાં તમામ કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. તથા કર્મચારીઓને 24 કલાક ફરજ પર હાજર રહેવા આદેશ કરાયો છે. રાજ્ય સરકારની SOP મુજબ તંત્ર દ્વારા કામગીરી કરાઇ રહી છે. તથા સૌરાષ્ટ્ર જતી NDRFની ટીમને રાજકોટથી લોજિસ્ટિક પૂરા પાડવા માટે પણ આયોજન કરાયું છે. મહત્વનુ છે કે રાજ્યના કચ્છ, જામનગર, દેવભૂમિદ્વારકા, મોરબી, સોમનાથ સહિત 6 જિલ્લામાં વાવાઝોડાની સૌથી મોટી અસર જોવા મળશે. જેને લઇ આ તમામ જિલ્લાના અધિકારીઓ અને હવામાન વિભાગના અધિકારીઓ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે બેઠક કરી હતી.

આ પણ વાંચો : ફોટો વાયરલ કરવાની ધમકી આપી બનેવીએ જ સગીર સાળી સાથે આચર્યું દુષ્કર્મ

મળતી માહિતી અનુસાર, અસરગ્રસ્ત વિસ્તારોમાં 12 NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત SDRF, કમાન્ડો, સ્થાનિક પોલીસને પણ ખડેપગે રાખવામાં આવ્યા છે. તો બીજી તરફ આર્મી, નેવી અને એરફોર્સના અધિકારીઓ સાથે પણ સરકાર સંપર્કમાં છે. આર્મી, નેવી અને એરફોર્સના અધિકારીઓએ પણ સ્થિતિ પ્રમાણે મદદ કરવાની ખાતરી આપી છે. એટલું જ નહિં અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરને પણ મુખ્યપ્રધાનોએ કેટલીક સૂચનાઓ અને આદેશ કર્યા છે. બને તેટલા વધુ પ્રમાણમાં શેલ્ટર હાઉસ તૈયાર કરવા સૂચના અપાઇ છે અને સ્થિતિ પ્રમાણે લોકોનું સ્થળાંતર કરવા પણ આદેશ કર્યા છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video