Gir somnath: સુત્રાપાડામાં આભ ફાટ્યુ, અનેક ગામ બેટમાં ફેરવાયા, જુઓ આકાશી આફતનો Video

|

Jul 06, 2022 | 11:45 AM

ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લામાં ગઈ મોડી રાતથી સવારે 10 વાગ્યા સુધીમાં સુત્રાપાડામાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના પગલે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે.

હવામાન વિભાગે (Department of Meteorology) કરેલી આગાહી અનુસાર ગીર સોમનાથમાં (Gir Somnath)આભ ફાટયુ છે. ગીરસોમનાથના સુત્રાપાડામાં (Sutrapada) બારે મેઘ ખાંગા થયા છે. એક જ સાથે 11 ઇંચ વરસાદ ખાબકતા જ્યાં જૂઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. કોડીનાર, વેરાવળમાં શ્રીકાર વર્ષા જોવા મળી રહી છે. તો વરસાદથી ભારે પાણી ભરાઇ જવાના પગલે વેરાવળ- કોડીનાર હાઇવે બંધ કરવામાં આવ્યો છે.

ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદે તારાજી સર્જી

ગીર સોમનાથ જિલ્લામાં મોડીરાતથી સવારે 10 વાગ્યા સુધીમાં સૂત્રાપાડામાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના પગલે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે. સુત્રાપાડા તાલુકામાં વરસાદી પાણી ભરાઇ ગયા છે. તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદે તારાજી સર્જી છે. મટાણા ગામ અને પ્રશ્નાવાડમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. જેના કારણે ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનું મટાણા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. મટાણા ગામના રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા. મટાણાને જોડતા બ્રિજ પર પાણી આવતા વાહન વ્યવહાર ખોરવાયો છે.

દેવકા નદીમાં ઘોડાપૂર

ગીરસોમનાથમાં ભારે વરસાદને કારણે વેરાવળની દેવકા નદીમાં ઘોડાપૂર આવ્યુ છે. દેવકા નદી ઉંબા ગામેથી પસાર થાય છે. ત્યારે અવીરત મેઘ મહેરથી નદીની આસપાસના ગામમાં રહેતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ઓમનાથ મહાદેવ મંદિર પાસેથી નદીનું પાણી વહેતુ હોવાથી નદીના દ્રશ્યો પણ અદભુત જોવા મળી રહ્યા છે. તો ભારે વરસાદના કારણે દરિયાકાંઠાના ગામો પાણી પાણી થયા છે. કોડીનારના માલશ્રમ ગામમાં પાણી ભરાયા છે. રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા છે.

ગીરસોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. સૂત્રાપાડામાં આભ ફાટ્યું છે. તો કોડીનારમાં વરસ્યો 9 ઈંચ વરસાદ વરસ્યો છે. વેરાવળમાં પણ શ્રીકાર વર્ષા થઇ છે.

મધરાતથી સવારે 10 વાગ્યા સુધીનો વરસાદ

  • સુત્રાપાડા – 11 ઇંચ
  • કોડીનાર – 9 ઇંચ
  • વેરાવળ – 5 ઇંચ,
  • ઉના – 1.5 ઇંચ
  • ગીર ગઢડા – 0.8 ઇંચ
  • તાલાળામાં 0.5 ઇંચ
Next Video