Gir Somnath: પ્રશ્નાવડા ગામ બેટમાં ફેરવાયું, શેરીઓમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા, જુઓ VIDEO

ગીરસોમનાથ જિલ્લાના સૂત્રાપાડાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને લઈ પ્રશ્નાવડા ગામ બેટમાં ફેરવાયું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2022 | 10:58 AM

Gir Somnath: ગીરસોમનાથ જિલ્લાના સૂત્રાપાડાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને લઈ પ્રશ્નાવડા ગામ બેટમાં ફેરવાયું છે. હાલ પ્રશ્નાવડા ગામમાં જ્યાં જૂઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે અને શેરીઓમાં જાણે નદી વહેતી થઈ હોય તેવા જેવા દ્રશ્યો સર્જાયા છે. ચારેય તરફ પાણી ભરાયા હોવાના કારણે લોકો પોતાના ઘરમાં જ રહેવા મજબૂર બન્યા છે. વહેલી સવારે બે કલાકમાં સૂત્રાપાડામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો. કોડીનારમાં અઢી ઇંચ, વેરાવળમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. વેરાવળ કોડીનાર નેશનલ હાઇવે પર વાહનવ્યવહાર ખોરવાયો હતો. મોરડીયા પેઢાવાળા વચ્ચે ડાયવર્ઝન નદીમાં ફેરવાયું હતું. જૂનો પુલ તોડી નાખ્યો પણ નવો પુલ સમયસર પૂર્ણ ન કર્યો જેથી રાહદારીઓ જોખમી રીતે પુલ પરથી પસાર થવા મજબુર બન્યા છે. હાલ જોખમી પુલ પરથી પસાર રાહદારીઓ થઇ રહ્યા છે.

24 કલાકમાં ગુજરાતના 200થી વધુ તાલુકામાં વરસાદ

ગુજરાતમાં ચોમાસામાં જાણે આભ વરસી રહ્યુ છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં ચોમાસાની શરુઆતમાં જ સારો એવો વરસાદ નોંધાયો છે. 24 કલાકમાં રાજ્યના કુલ 200થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ ગીર સોમનાથના સૂત્રાપાડામાં 7 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ સિવાય પણ અનેક સ્થળોએ સારો એવો વરસાદ નોંધાયો છે. વરસાદના પગલે નદી-નાળા છલકાયા છે. તો ઘણા શહેરોમાં રસ્તાઓમાં પાણી ભરાઇ ગયા છે. જેના કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહી છે.

Follow Us:
સુરતમાં કાપડના વેપારીની હત્યાના કેસમાં 9 લોકોની ધરપકડ કરાઈ
સુરતમાં કાપડના વેપારીની હત્યાના કેસમાં 9 લોકોની ધરપકડ કરાઈ
ધાનેરામાં તંત્રની કાર્યવાહી, એક્સપાયરી ડેટવાળો ખાદ્ય જથ્થો ઝડપાયો
ધાનેરામાં તંત્રની કાર્યવાહી, એક્સપાયરી ડેટવાળો ખાદ્ય જથ્થો ઝડપાયો
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે નવી તક મળશે
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે નવી તક મળશે
ભાજપે ભાવનગરમાં કોળી સમાજને અંકે કરવા મહારથીઓને ઉતાર્યા મેદાને
ભાજપે ભાવનગરમાં કોળી સમાજને અંકે કરવા મહારથીઓને ઉતાર્યા મેદાને
મહુવાના બગદાણા- કોટિયાને જોડતા રોડની બિસ્માર સ્થિતિથી ગામલોકોમાં રોષ
મહુવાના બગદાણા- કોટિયાને જોડતા રોડની બિસ્માર સ્થિતિથી ગામલોકોમાં રોષ
સુરતઃ સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત
સુરતઃ સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત
કોંગ્રેસના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાના પિતાએ આપ્યુ રાજીનામુ- વીડિયો
કોંગ્રેસના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાના પિતાએ આપ્યુ રાજીનામુ- વીડિયો
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાનો ચૂંટણી લડવાનો ઈનકાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાનો ચૂંટણી લડવાનો ઈનકાર
પંચમહાલ : પાર્સલના નામે ટ્રકમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
પંચમહાલ : પાર્સલના નામે ટ્રકમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ચેક રિટર્ન કેસમાં ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષીને મળ્યા જામીન
ચેક રિટર્ન કેસમાં ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષીને મળ્યા જામીન
g clip-path="url(#clip0_868_265)">