Surendranagar: માથાનો દુઃખાવો બન્યો અંડરબ્રીજ! 15 દિવસથી ભરાયેલા છે પાણી, પાણી નિકાલની નથી કોઇ વ્યવસ્થા

Surendranagar: માથાનો દુઃખાવો બન્યો અંડરબ્રીજ! 15 દિવસથી ભરાયેલા છે પાણી, પાણી નિકાલની નથી કોઇ વ્યવસ્થા

| Edited By: | Updated on: Aug 23, 2022 | 4:36 PM

શહેરના લોકો માટે નવો બની રહેલો અંડરબ્રીજ માથાનો દુઃખાવો બન્યો છે. સરકારે ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અંડરબ્રીજ બનાવવા સાત કરોડનો ખર્ચ કર્યો. પરંતુ પાણી નિકાલ થતો નથી.

Surendranagar: શહેરના લોકો માટે નવો બની રહેલો અંડરબ્રીજ માથાનો દુઃખાવો બન્યો છે. પહેલા વરસાદમાં 7 કરોડનો ખર્ચ પાણીમાં ગયો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, સરકારે ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અંડરબ્રીજ બનાવવા સાત કરોડનો ખર્ચ કર્યો. પરંતુ બ્રીજની કામગીરીમાં ભ્રષ્ટાચારને કારણે પાણી નિકાલ થતો નથી. સી.જે.હોસ્પિટલથી અંલકાર ટોકીઝ તરફ જવા માટે રેલવે લાઇન નીચે નવા અંડરબ્રીજનું નિર્માણ થઇ રહ્યું છે. પરંતુ અંડરબ્રીજ લોકોને ઉપયોગી થાય અને લોકાર્પણ થાય તે પહેલા જ માથા સમા પાણી ભરાયા છે. જેને લઇ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા પંદર દિવસથી અંડરબ્રીજમાં માથા સમા પાણી ભરાયેલા છે. જે અંગે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ સાંભળતું નથી.

આગામી ચાર દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે પડશે વરસાદ

રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે (IMD) આગાહી કરી છે..ઉત્તર ગુજરાતમાં અતિભારે પડવાની શક્યતા છે.ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણામાં અતિભારે વરસાદ વરસી શકે છે..જ્યારે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. આગામી ગુરૂવારના રોજ બનાસકાંઠા અને કચ્છમાં ભારે વરસાદ પડશે જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને કચ્છમાં (kutch) હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.આગામી શુક્રવારે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ગીરસોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને કચ્છમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે.