SURENDRANAGAR : સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ પરંપરાગત જીરુના બદલે આ વર્ષે ચણા અને ઘઉંના વાવેતરને પ્રાધાન્ય આપ્યું છે.ગત સિઝનમાં જિલ્લામાં 57, 514 હેકટરમાં જીરૂનું વાવેતર કર્યું હતું. જીરૂના પાકમાં જીવાતના ઉપદ્રવથી ઉત્પાદનમાં ઘટ અને મોંઘી દવાઓના ખર્ચથી ખેડૂતોને નુકસાન થયું હતું.જીરૂના એક મણના ભાવ માંડ 2000 થી 2200 મળ્યા હતા, જેની સામે એક મણ જીરૂના ઉત્પાદન પાછળ અંદાજે 1500 થી 1700 રૂપિયાનો ખર્ચ થયો હતો. જેથી ખેડૂતો હવે જીરૂના બદલે ચણા અને ઘઉંના વાવેતર તરફ વળ્યા છે.જેને લઇને આ વર્ષે જિલ્લામાં 30,180 હેક્ટરમાં ઘઉં, 49,436 હેક્ટરમાં ચણા અને 37,067 હેક્ટરમાં જીરુનું વાવેતર નોંધાયુ છે.
આ અંગે એક સ્થાનિક ખેડૂતે કહ્યું કે ચોમાસામાં કપાસનું વાવતેર કર્યું હતું, પણ વરસાદને કારણે કપાસના પાકમાં નુકસાન થતા આ વર્ષે ચણાના પાકનું વાવતેર કર્યું છે. ચણાના પાકના ખર્ચ વિશે આ ખેડૂતે કહ્યું કે ચણાના પાકમાં ખર્ચ ઓછો થાય છે અને નીપજ સારી આવે છે.
તો આ અંગે જિલ્લાના ખેતીવાડી અધિકારી એચ.ડી.વાદીએ કહ્યું કે ગયા વર્ષ કરતા આ વર્ષે 7,000 હેક્ટર વધારાના વાવતેર સાથે કુલ 30 હજારથી વધુ હેક્ટરમાં વાવતેર થયું છે. જયારે જીરુમાં ગયા વર્ષે આ સીઝનમાં 57,000 હેક્ટરમાં વાવતેર થયું હતું, જેની સામે ચાલું વર્ષે 37,000 હેક્ટરમાં જ જીરુનું વાવેતર થયું છે, એટલે કે 20,000 હેક્ટરનો ઘટાડો થયો છે. જયારે ચણામાં 30,000 હેક્ટરમાં વધારાનું વાવેતર થયું છે.
આ પણ વાંચો : AHMEDABAD : CDS બિપિન રાવત સહિત 12 સૈન્યકર્મીઓને કેન્ડલ માર્ચ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ