Surendranagar: મેડિકલ કોલેજમાં ડૉક્ટર સાથે મારામારી કરનાર બે શખ્સો ઝડપાયા, જુઓ Video

| Edited By: | Updated on: Sep 21, 2023 | 5:34 PM

પોલીસે બન્ને આરોપીઓને સાથે રાખીને સરઘસ કાઢ્યું હતું અને મેડિકલ કોલેજમાં લઇ જઇને પગે પણ લગાડ્યા હતા. જો કે, ઘટનાના મુખ્ય બે આરોપીઓ હજુ પણ ફરાર છે. મહત્વનું છે કે, સી.યુ.શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના ડૉકટરને માર મારતા સીસીટીવી સામે આવ્યા હતા. દર્દીને હોસ્પિટલમાં લાવ્યા બાદ બોલાચાલી થઇ હતી.

Surendranagar : સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં (Medical College) ડૉક્ટર સાથે મારામારી કરનાર બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે હુમલો કરનાર દેવસી ગમારા અને નીરવ આલ નામના આરોપીઓને ઝડપી પાડ્યા છે. એટલું જ નહીં, પોલીસે બન્ને આરોપીઓને સાથે રાખીને સરઘસ કાઢ્યું હતું અને મેડિકલ કોલેજમાં લઇ જઈને પગે પણ લગાડ્યા હતા.

આ પણ વાંચો Breaking News : સુરેન્દ્રનગરના દશાડા પાટડી હાઇવે પર કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત, ચારનાં મોત

જો કે, ઘટનાના મુખ્ય બે આરોપીઓ હજુ પણ ફરાર છે. મહત્વનું છે કે, સી.યુ.શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના ડૉકટરને માર મારતા સીસીટીવી સામે આવ્યા હતા. દર્દીને હોસ્પિટલમાં લાવ્યા બાદ બોલાચાલી થઇ હતી. તે સમયે મારામારી પણ કરી હતી. હાલ પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો