સુરેન્દ્રનગર શહેરમાં સરકારી કાફલાને રખડતા ઢોરની સમસ્યાનો સામનો કરવો પડ્યો. મુખ્યમંત્રીના કોન્વોયના રિહર્સલ દરમિયાન રસ્તા વચ્ચે ગાય ઘૂસી ગઇ હતી. રિહર્સલ સમયે જ કલેક્ટર ઓફિસ પાસે રસ્તા વચ્ચે ગાય આવી જતા પોલીસ કર્મચારીઓ દોડતા થયા હતા અને ગાયને બાજુમાં લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. આપને જણાવી દઈએ કે આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડના લોકાર્પણમાં ઉપસ્થિત રહેવાના છે. જેને લઇ પોલીસ રિહર્સલ કરી રહી હતી તે દરમિયાન ગાય વચ્ચે આવી જતા રિહર્સલ રોકવુ પડ્યુ હતુ.
આ તરફ રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં પણ સુનાવણી યોજાઈ હતી. આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝાટકણી કાઢી હતી. કોર્ટે ટકોર કરતાં કહ્યું હતું કે, અધિકારીઓ કોર્ટના હૂકમોને કેમ ધ્યાને લેતા નથી. તંત્રએ સભાન થઈને કામ કરવું જોઈએ. કોર્ટે આગામી શુક્રવાર સુધીમાં કામગીરીનો રીપોર્ટ રજૂ કરવા પણ આદેશ કર્યો હતો. એએમસીની ઢીલી નીતિને કારણે કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો: Gujarati Video : જૂનાગઢમાં રખડતા ઢોરે લીધો વધુ એક માસુમનો જીવ, જુઓ Video
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…