Surendranagar Video : લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં આવે તો મતદાન નહીં કરવાની ચીમકી

|

Apr 26, 2024 | 3:40 PM

સુરેન્દ્રનગરના લખતરમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. જેના કારણે સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રસ્તા, પાણી, વીજળી જેવી સામાન્ય જરૂરિયાત પણ પૂરી ન થતા હવે રહીશોએ વિરોધનો માર્ગ અપનાવ્યો છે.

સુરેન્દ્રનગરમાં એક તરફ ક્ષત્રિય સમાજનો ભાજપ વિરોધ રોષ જોવા મળી રહ્યો છે. ત્યા બીજી તરફ સુરેન્દ્રનગરના લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાથી તેનો ઉકેલ નઈ આવે મતદાન ન કરવા માટેની ચીમકી ઉચ્ચારી છે. સુરેન્દ્રનગરના લખતરમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે જેના કારણે સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

રસ્તા, પાણી, વીજળી જેવી સામાન્ય જરૂરિયાત પણ પૂરી ન થતા હવે રહીશોએ વિરોધનો માર્ગ અપનાવ્યો છે.લખતરના મફતીયાપરા, ભૈરવપરા, કૃષ્ણનગર, શ્રેયાંસ અને શ્રીનાથજી સોસાયટીમાં આટલા વર્ષોથી રસ્તા, પાણી સહિતની સમસ્યા હોવા છતા કોઈ પણ રાજકીય નેતાઓ જવાબ ન આપતા હોવાથી તેમના વિસ્તારમાં રાજકીય નેતાઓ પર પ્રવેશબંધી ફરમાવી છે. આ સાથે જો આ સમસ્યાનું સમાધાન નહીં થાય તો મતદાનથી અળગા રહેવાનો પણ નિર્ણય લીધો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video