સુરેન્દ્રનગરમાં ખાણ ખનિજ વિભાગ આકરા પાણીએ, ગેરકાયદેસરની પ્રવૃતિ કરનારાની લીઝ કરાશે બંધ, 250 લોકોને ફટકારી નોટિસ- વીડિયો

|

Dec 17, 2023 | 11:28 PM

સુરેન્દ્રનગરમાં ખાણ ખનિજવિભાગ એક્શનમાં આવ્યુ છે.ગેરકાયદે ખનન કરતા લોકો સામે લાલ આંખ કરતા ખાણ ખનિજ વિભાગે 250 લોકોનો નોટિસ ફટકારી છે. 4 વખત ખનિજ વિભાગની ટીમ પર હુમલા બાદ ખનિજ વિભાગે સપાટો બોલાવ્યો છે અને 30 કરોડનો દંડ વસુલવા 250 લોકોને નોટિસ ફટકારી છે.

સુરેન્દ્રનગરમાં ખાણ ખનિજ વિભાગે સપાટો બોલાવતા ખનિજ માફિયાઓ સામે લાલ આંખ કરી છે. હવે ગેરકાયદે ખનન કરનારાઓની ખેર નહીં રહે. સુરેન્દ્રનગરમાં દિવસે દિવસે બેફામ બનતા ખનિજ માફિયો પર સકંજો કસવા માટે ખનિજ વિભાગ એક્શન મોડમાં આવ્યુ છે અને તેમણે 250 લોકોને નોટિસ ફટકારી છે. ગેરકાયદે ખનન કરતા ખનન માફિયાઓની 80 લીઝ બંધ કરી 30 કરોડ રૂપિયાનો દંડ વસુલવામાં આવશે.

ખનિજ વહન કરતા વાહોમાં ફરજિયાત કરાયુ GPS

ખનિજ વહન કરતા તમામ વાહનોમાં GPS અમલી કરી દેવાયું છે. જેથી ખનિજ ચોરી અટકે. મહત્વનું છે, અગાઉ 4 વખત ખનિજ માફિયાઓ અધિકારીઓ પર હુમલા કરી ચૂક્યા છે. જેને લઇ હવે કેટલીક લીઝ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. કારણ કે, કેટલીક લીઝમાં ગેરકાયદે પ્રવૃતિ થતી હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો: જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં લસણની પુષ્કળ આવક, પ્રતિ મણ 800 થી 4000 સુધી નોંધાયા ભાવ

સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:38 pm, Sun, 17 December 23

Next Video