SURENDRANAGAR : સરકારી બાબુઓને ઓફિસમાં જલસા, મોબાઇલમાં ગેમ રમતો વીડિયો વાયરલ
સરકારી કચેરીમાં અધિકારી અને કર્મચારીઓ કચેરીના સમય દરમિયાન મોબાઈલમાં ગેમ રમતો વીડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થયો છે. વાયરલ વીડિયો જિલ્લા પંચાયત કચેરીના આરોગ્ય વિભાગનો હોવાની ચર્ચા છે.
SURENDRANAGAR : જીલ્લાની સરકારી કચેરીમાં અધિકારી અને કર્મચારીઓ કચેરીના સમય દરમિયાન મોબાઈલમાં ગેમ રમતો વીડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થયો છે. વાયરલ વીડિયો જિલ્લા પંચાયત કચેરીના આરોગ્ય વિભાગનો હોવાની ચર્ચા છે. કચેરીના સમય દરમિયાન અધિકારી અને કર્મચારી કામ કરવાને બદલે મોબાઈલમાં લીન થઈ મોજ મસ્તી કરતા હોવાથી અરજદારોના કામ મોડા થઈ રહયા છે. હાલ તો આ વીડિયો બાદ નવ નિયુક્ત જીલ્લા કલેકટર દ્વારા સરકારી કચેરીઓમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ત્યારે આવા અધિકારીઓ સામે કડક પગલા લેવા જોઇએ તેવી લોકમુખે ચર્ચા થઇ રહી છે.
Follow Us
Latest Videos
તહેવારોની સિઝનમાં ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, તેલમાં તીવ્ર વધારો! Video
રાજકોટમાં ફરી જળસંકટના ભણકારા, મનપાએ સરકાર પાસે માગી મદદ
આજનું રાશિફળ: આજે કઈ રાશિના જાતકો માટે ભાગ્યના દરવાજા ખુલશે?
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ