Surendranagar: નર્મદાના પાણીની આવક થતા ધોળી ધજા ડેમ સંપૂર્ણ ભરાયો, હેઠવાસના ગામોને સાવચેત રહેવા સૂચના

|

Sep 05, 2022 | 8:45 AM

ભોગાવો નદીના પટમાં અવરજવર બંધ કરવા સૂચના અપાઈ છે તેમજ માલધારીઓને પણ જણાવવામાં આવ્યું છે કે નદીના પટ વિસ્તારમાં પશુઓને ચરવા માટે ન લઈ જાય. નોંધનીય છે કે જિલ્લામાં હાલમાં વરસાદ નથી થયો પરંતુ  ઉપરવાસમાંથી પાણી આવવાને પગલે  ધોળી ધજા ડેમ ભરાઈ  ગયો છે. ધોળી ધજા ડેમમાંથી  ખેડૂતોને સિંચાઈ તેમજ પીવાના પાણી માટેની  જરૂરિયાત પૂરી કરવામાં આવે છે

સુરેન્દ્રનગર  ( Surendranagar) જિલ્લાનો ધોળી ધજા ડેમ  (Dholi Dhaja Dam ) પૂર્ણ સપાટીએ ભરાતા નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા માટે જણાવવામાં આવ્યું છે. નર્મદા નદીની નહેરમાંથી ધોળી ધજા ડેમમાં પાણીની આવક થતાં ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયો છે અને ડેમની હાલની સપાટી 80.48 મીટરે પહોંચી છે. ડેમ ભરાઈ જવાને પગલે સુરેન્દ્રનગર જિલ્લાના સુરેન્દ્રનગર શહેર, રતનપર, જોરાવરનગર, વઢવાણ તાલુકાના ખમીસણા, વઢવાણ, મેમકા, સાંકળી, ભડિયાદ, નાના કેરાળા અને લીંબડી તાલુકાના શિયાણી સહિતના ગામોને સાવચેત  (careful ) રહેવા જણાવવામાં આવ્યું છે.  છે. સાથે જ ભોગાવો નદીના પટમાં અવરજવર બંધ કરવા સૂચના અપાઈ છે તેમજ માલધારીઓને પણ જણાવવામાં આવ્યું છે કે નદીના પટ વિસ્તારમાં પશુઓને ચરવા માટે ન લઈ જાય.

ઉપરવાસના વરસાદથી ભરાયો ડેમ

નોંધનીય છે કે જિલ્લામાં હાલમાં વરસાદ નથી થયો પરંતુ  ઉપરવાસમાંથી પાણી આવવાને પગલે  ધોળી ધજા ડેમ ભરાઈ  ગયો છે. ધોળી ધજા ડેમમાંથી  ખેડૂતોને સિંચાઈ તેમજ પીવાના પાણી માટેની  જરૂરિયાત પૂરી કરવામાં આવે છે

રાજ્યમાં આજે સામાન્ય વરસાદની આગાહી

રાજ્યમાં (Gujarat) આજે દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની (Rain forecast) આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં વડોદરા, નર્મદા, તાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ અને તેના આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ રહેશે. જ્યારે ઉત્તર ગુજરાતમાં (north Gujarat) હળવો વરસાદ વરસી શકે છે.અમદાવાદ, (Ahmedabad) ગાંધીનગર અને ખેડામાં ભેજવાળું વાતાવરણ રહેશે.હાલ ભારે વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી ભેજવાળા વિસ્તારોમાં જ વરસાદ પડવાની શક્યતા છે.

Next Video