Surendranagar : મેથાણ ગામે કરૂણાતિંકા સર્જાઈ, પાંચ બાળકો તળાવમાં ડૂબતા મોત, સરકારે બે લાખની સહાયની જાહેરાત કરી

|

Aug 03, 2022 | 11:07 PM

સુરેન્દ્રનગરના(Surendranagar) ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામે કરૂણાતિંકા સર્જાઈ છે. જેમાં પાંચ બાળકો તળાવમાં ડૂબી જતા મોતને ભેટ્યા છે. પરપ્રાંતિય બે મજૂર પરિવારના 5 બાળકો એક સાથે મોતને ભેટતા ગરીબ પરિવારજનોમાં આક્રંદ છવાયું હતું.

ગુજરાતના સુરેન્દ્રનગરના(Surendranagar)  ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામે કરૂણાતિંકા સર્જાઈ છે. જેમાં પાંચ બાળકો(Five Children)  તળાવમાં ડૂબી જતા(Drown) મોતને ભેટ્યા છે. પરપ્રાંતિય બે મજૂર પરિવારના 5 બાળકો એક સાથે મોતને ભેટતા ગરીબ પરિવારજનોમાં આક્રંદ છવાયું હતું. પાંચેય બાળકો તળાવમાં નાહવા ગયા બાદ લાપતા બન્યા હતા. ત્યારે પરિવારજનોએ શોધખોળ હાથ ધરતા એક બાળકીનો મૃતદેહ તળાવમાં તરતો જોવા મળ્યો. જેની બાદમાં પોલીસને જાણ કરતા તરવૈયાઓની મદદથી એક બાદ એક પાંચ મૃતદેહોને તળાવમાંથી બહાર કઢાયા હતા. આ બનાવના પગલે મામલતદાર સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ ગોઝારી ઘટનામાં મૃત્યુ પામનાર ચાર દીકરી અને એક દીકરાનો સમાવેશ છે.  જયારએ સરકારે બે લાખની સહાયની જાહેરાત કરી  છે. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ આ દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું હતું. સીએમ ભૂપેન્દ્ર પટેલે મૃતકના પરિવારજનને સહાયની જાહેરાત કરી હતી. જેમાં
પ્રત્યેત મૃતકના પરિવારને 2 લાખ રૂપિયાની રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવશે.

લમ્પી વાયરસ  સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઇ

ગુજરાતમાં ગાય સંવર્ગનાં પશુમાં પ્રવર્તી રહેલા લમ્પી વાયરસ  સંદર્ભે પ્રભારી સચિવ રાકેશ શંકરના અધ્યક્ષ સ્થાને સુરેન્દ્રનગરના   લખતર તાલુકા પંચાયત ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી. સચિવએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દરેક તાલુકામાં લમ્પી વાયરસની સ્થિતિને લઈને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતવાર જાણકારી પ્રાપ્ત કરીને સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે જિલ્લાના લમ્પીથી અસરગ્રસ્ત ગામડાઓમાં રસીકરણની કામગીરીમાં વેગ લાવીને અસરગ્રસ્ત ગામોના પશુઓનું ઝડપથી 100 ટકા રસીકરણ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી. આ ઉપરાંત જ્યાં સૌથી વધુ કેસો જોવા મળે છે તેવા ગામડાઓની જિલ્લાના અધિકારીઓ દ્વારા મુલાકાત લઈને ગામડાઓમાં લમ્પી વાયરસ સંદર્ભે જાગૃતિ કેળવાય અને લોકો પશુઓને આઈસોલેશનમાં રાખવા બાબતના નિયમોનું પૂરતું પાલન કરે તે દિશામાં કામગીરી કરવા સંબંધે અધિકારીઓને જણાવ્યું હતું.

Published On - 10:52 pm, Wed, 3 August 22

Next Video