Surat Video : દાળનો સ્વાદ પસંદ ન આવવાની સામાન્ય બાબતમાં થયેલી આદિવાસી વિદ્યાર્થીઓને માર મરાયો, મામલો પોલીસ પાસે પહોંચ્યો

Surat Video : દાળનો સ્વાદ પસંદ ન આવવાની સામાન્ય બાબતમાં થયેલી આદિવાસી વિદ્યાર્થીઓને માર મરાયો, મામલો પોલીસ પાસે પહોંચ્યો

| Edited By: | Updated on: Oct 20, 2023 | 1:44 PM

Surat : સુરત યુનિવર્સીટીની સમરસ હોસ્ટેલમાં દાળનો સ્વાદ પસંદ ન આવવાની સામાન્ય બાબતમાં થયેલી ત્રણ વિદ્યાર્થીઓને માર મારવાની ઘટના સામે આવી છે. આદિવાસી વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો. આદિવાસી વિદ્યાર્થીઓ હુમલાની ઘટના બાબતે પોલીસ(Surat Police)ને ફરિયાદ કરવા વેસુ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.આ મામલો આગામી સમયમાં વિવાદનું સ્વરૂપ ધારણ કરી શકે છે. ઘટનામાં હજુ સુધી કોઈ ધરપકડના કે કાર્યવાહીના અહેવાલ સાંપડ્યા નથી કે પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

Surat : સુરત યુનિવર્સીટીની સમરસ હોસ્ટેલમાં દાળનો સ્વાદ પસંદ ન આવવાની સામાન્ય બાબતમાં થયેલી ત્રણ વિદ્યાર્થીઓને માર મારવાની ઘટના સામે આવી છે. આદિવાસી વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો. આદિવાસી વિદ્યાર્થીઓ હુમલાની ઘટના બાબતે પોલીસ(Surat Police)ને ફરિયાદ કરવા વેસુ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

આ મામલો આગામી સમયમાં વિવાદનું સ્વરૂપ ધારણ કરી શકે છે. ઘટનામાં હજુ સુધી કોઈ ધરપકડના કે કાર્યવાહીના અહેવાલ સાંપડ્યા નથી કે પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

આ પણ વાંચો : Surat : વાડ જ ચીભડાં ગળે તેવો ઘાટ, ડિલિવરી બોયએ 68 પાર્સલના ઓર્ડર કેન્સલ કરાવી ચૂનો ચોપડ્યો

સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ સુરત યુનિવર્સીટી હોસ્ટેલમાં આદિવાસી વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો છે. આદિવાસી વિદ્યાર્થીઓ મારામારીની ફરિયાદ સાથે વેસુ પોલીસ પાસે પહોંચ્યા હતા. સુરત યુનિવર્સીટીની સમરસ હોસ્ટેલની કેન્ટીનમાં તીખી- મીઠી દાળ મુદ્દે ૩ વિદ્યાર્થી પર હુમલો થયો હતો. માત્ર દાળનો સ્વાદ પસંદ ન આવવાની તકરારમાં મારમારીનો મામલો હાલ તંત્રના ગળે ઉતરી રહ્યો નથી.

આ પણ વાંચો : Bharuch Video : વન્યજીવની તસ્કરીના કૌભાંડમાં વનવિભાગે રાજ્યના ત્રણ જિલ્લાઓમાં સામુહિક દરોડા પાડ્યા

મારામારીની ઘટનામાં જે વિદ્યાર્થીઓને ઇજા પહોંચી હતી તેઓને સારવાર અર્થે સિવિલમાં ખસેડાયા હતા. મોડી સાંજે આદીવાસીઓ એકઠા થઇને વેસુ પોલીસ મથકે રજુઆત પણ કરી હતી. હુમલો કરનારા વિદ્યાર્થીઓ સામે ગુનો નોંધવા માંગણી પણ કરવામાં આવી હતી.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 20, 2023 01:44 PM