સુરત વીડિયો : આરોગ્ય વિભાગે શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપી પાડ્યો, બે થી ત્રણ ગણી સસ્તી કિંમતે વેચાણ માટે લઈ જવાતો હતો

|

Mar 21, 2024 | 6:20 AM

સુરતના પાંડેસરા વિસ્તારમાંથી શંકાસ્પદ પનીરનો જથ્થો ભરેલા ટેમ્પોને આરોગ્ય અધિકારીઓના હાથ લાગ્યો છે. ટેમ્પામાંથી 230 કિલો જેટલો પનીરનો જથ્થો મળી આવ્યો હતો. આરોગ્ય અધિકારીને પ્રાથમિક નજરે તો પનીર અખાદ્ય હોવાનું લાગી રહ્યું હતું.

સુરતમાં શંકાસ્પદ પનીર લઇ જતો ટેમ્પો આરોગ્ય અધિકારીઓએ ઝડપી પાડી તપાસ હાથ ધરી છે. ટેમ્પામાંથી શંકાસ્પદ પનીરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આરોગ્ય અધિકારીને પનીર અખાદ્ય હોવાની શંકા છે.

આરોગ્ય વિભાગે 230 કિલો જેટલો પનીરનો જથ્થો તપાસ હેઠળ લીધો છે. વાહનના ડ્રાઈવરની પુછપરછ પણ કરવામાં આવી છે. તપાસ દરમિયાન વલસાડથી આ પનીર સુરતના પાંડેસરા અને ઉધના વિસ્તારમાં વેચવા માટે મોકલવામાં આવ્યો હતો. શંકા ત્યારે ઉપજી કે 400થી 500 રૂપિયા કિલો મળતું પનીર માત્ર 150થી 180 રૂપિયામાં કિલોના ભાવે વેચાણ માટે મોકલ્યું હતું.

આ પણ વાંચો : Gold Silver Price Today : સોનુ મોંઘુ થયું તો ચાંદીનો ચળકાટ ઘટ્યો, જાણો આજના સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video