સુરત વીડિયો : છોટાઉદેપુર બાદ સુરતમાં બોગસ સરકારી કચેરી ઝડપાઇ, સરકારી ડોક્યુમેન્ટ બનાવવામાં આવતા હતા

|

Mar 23, 2024 | 9:35 AM

સુરત : ગુજરાતમાં બોગસ સરકારી કચેરીનું વધુ એક કૌભાંડ ઝડપાયું છે. સુરતના કાપોદ્રામાં નકલી જનસુવિધા કેન્દ્ર ઝડપાયું છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ છોટા ઉદેપુર જિલ્લામાં બોગસ કચેરી અને બોગસ અધિકારી ઝડપાયા હતા.

સુરત મામલતદારે પોલીસ સાથે રેડ કરી હતી. જલારામ કોમ્પ્લેક્ષમાં આવેલા ભગવતી કન્સ્લટમાંથી નકલી જન સુવિધા કેન્દ્ર ઝડપાયુ હતું. છેલ્લા દોઢ વર્ષથી આ બોગસ કચેરી ચાલતી હતી. પોલીસે નકલી જનસુવિધા કેન્દ્ર ઝડપ્યું છે. આ કચેરીમાં સરકારી ડોક્યુમેન્ટ બનાવામાં આવતા હતા.

આ અગાઉ ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લામાં આ પ્રકારનો બોગસ સરકારી કચેરી ચલાવવાનો  ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે આ કેસમાં ધરપકડ  પણ કરી હતી. સંદીપ રાજપૂત નામના વ્યક્તિએ એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે ઓળખ આપીને સરકારી નાણાંની ઉચાપત કરી હતી.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video