Surat: સુરતના અડાજણમાં હની ટ્રેપ મામલો, પોલીસે 2 આરોપીઓની કરી ધરપકડ, જુઓ Video

Surat: સુરતના અડાજણમાં હની ટ્રેપ મામલો, પોલીસે 2 આરોપીઓની કરી ધરપકડ, જુઓ Video

| Edited By: | Updated on: Aug 28, 2023 | 4:45 PM

સુરતના અડાજણમાં હની ટ્રેપ ગોઠવીને પૈસા પડાવતી ગેંગ પોલીસના સકંજામાં આવી છે. અડાજણ પોલીસે 6 આરોપીઓના વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરુ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસે 2 આરોપીઓને ઝડપી લીધા છે.

સુરતના અડાજણમાં હની ટ્રેપ ગોઠવીને પૈસા પડાવતી ગેંગ પોલીસના સકંજામાં આવી છે. અડાજણ પોલીસે 6 આરોપીઓના વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરુ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસે 2 આરોપીઓને ઝડપી લીધા છે. હની ટ્રેપ મામલામાં નકલી પોલીસ આવતી હતી અને જેના દ્વારા પૈેેસા પડાવવામાં આવતા હતા. પોલીસે ઘટનામાં તપાસ શરુ કરી છે અને અન્ય આરોપીઓની ધરપકડ કરવા માટેની કાર્યવાહી શરુ કરી છે.

નકલી પોલીસ દ્વારા ફરિયાદીને ટ્રેપ દરમિયાન દંડા વડે માર મારીને પોલીસ તરીકેનો રોફ જમાવ્યો હતો. ઘટનાને લઈ પોલીસ મથકે એક યુવતી અને એજન્ટ સહિતના આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. નકલી પોલીસે 43 હજાર પડાવ્યા હતા. વચેટીયા જયેશ વાઘેલા અને દીનુ મામાને ઝડપી લઈને તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

 

આ પણ વાંચોઃ  Ahmedabad: વેપારી પાસેથી પૈસા પડાવતા ખંડણીની ફરિયાદનો મામલો, 2 પોલીસ કોન્સ્ટેબલ અને TRB જવાનની ધરપકડ, જુઓ Video

 સુરત સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 28, 2023 04:44 PM
Follow Us