સુરતના પલસાણા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સુરતના ચલથાણ, કડોદરા અને કરણ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. વિસ્તારમાં બે દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદ વરસતા મોટી રાહત સર્જાઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ જ વરસાદ સુરત સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસી રહ્યો છે. સુરત શહેરના પણ અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે.
શહેરના પલસાણા સહિતના વિસ્તારમાં વરસાદને લઈ રસ્તાઓ પર પાણી ભરાઈ જવા પામ્યા હતા. શહેરના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા. શહેરમાં ડેપ્યુટી મેયરના ઘર પાસે પણ વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા. શહેરના અનેક માર્ગો પર પાણી ભરાઈ જવાને લઈ સ્થાનિકો પરેશાન બન્યા હતા.
Published On - 5:31 pm, Mon, 25 September 23