Surat: બારડોલીમાં પવન સાથે તૂટી પડ્યો ધોધમાર વરસાદ, ખેલૈયાઓમાં નિરાશા

|

Oct 03, 2022 | 7:31 PM

Surat: સુરતમાં બારડોલીમાં પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડતા ખેલૈયાઓમાં નિરાશા ફરી વળી છે. આઠમના દિવસે જ વિધ્ન બની વરસાદ વરસતા ખેલૈયાઓની રમવાની મજા પર પાણી ફરી વળ્યુ છે.

સુરત (Surat)માં બારડોલીમાં પવન સાથે ધોધમાર વરસાદ (Rain) તૂટી પડ્યો છે. હાલ નવરાત્રી (Navratri) ચાલી રહી છે. તેમાં આઠમના દિવસે જ વરસાદ પડતા ખેલૈયાઓમાં નિરાશા ફરી વળી છે. જ્યારે ગરબા આયોજકોમાં પણ ચિંતાનો માહોલ છે. અસહ્ય બફારા વચ્ચે ભારે પવન સાથે વરસાદ તૂટી પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. હાલ નવરાત્રી ચાલી રહી છે. ત્યારે વિધ્નરૂપી વરસાદ પડતા ખેલૈયાઓની મજા બગડી ગઈ છે. ખેલૈયાઓની મજા પર પાણી ફરી વળ્યુ છે. આયોજકોમાં ચોક્કસ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

વિઘ્ન રૂપી વરસાદ આવતા ખેલૈયાઓના રંગમાં પડ્યો ભંગ

ગરબા આયોજકોને પણ આર્થિક નુકસાનની ચિંતા સતાવી રહી છે. એક તરફ ખેલૈયાઓમાં આઠમને લઈને રમવાનો ભારે ઉત્સાહ છે તો બીજી તરફ વરસાદે આવતા આ ઉત્સાહ પર પાણી ફેરવાઈ ગયુ છે. નવરાત્રીના પર્વમાં માત્ર નવ દિવસ ગરબા રમવાના હોય છે. તેમાં પણ બે વર્ષથી કોરોનાને કારણે ખાસ કંઈ આયોજન થઈ શક્યા ન હતા. આ વર્ષે રંગેચંગે ભવ્ય આયોજન થયુ છે. ખેલૈયાઓ પણ મનમુકીને રમવા માટે આતુર બન્યા છે, તેમાં વરસાદ વિઘ્ન બની રહ્યો છે. આઠમા નોરતે વરસાદે આવીને જાણે રંગમાં ભંગ પાડ્યો હોય તેવી લાગણી ખેલૈયાઓ અને ગરબા આયોજકો બંનેમાં પ્રસરી છે.

લોકોને ઉકળાટમાંથી મળી રાહત

આ તરફ બપોરથી ભારે તાપ અને ઉકળાટ વચ્ચે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે.

Next Video