સુરત (Surat) માં રાજ્યનો સૌપ્રથમ મલ્ટી લેયર અને મલ્ટી ડિરેક્શન ફ્લાયઓવર બ્રિજ (Flyover bridge) ને ખુલ્લો મુકાયો છે. શહેરી વિકાસપ્રધાન વિનુ મોરડીયા અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ (C. R. Patil) ના હસ્તે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.133 કરોડના ખર્ચે નિર્માણ પામેલા આ બ્રિજ સુરતવાસીઓ માટે નવું નજરાણું બન્યું છે. મહા નગરપાલિકા દ્વારા આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. બ્રિજ શરૂ થતા 15 લાખ લોકોને પરિવહનમાં સરળતા રહેશે. અને ટ્રાફિકનું ભારણ પણ ઓછું થશે.
સુરત શહેરના કાપડ બજારને પગલે રિંગરોડ ફ્લાય ઓવર બ્રિજ વાહન ચાલકો માટે આર્શીવાદ રૂપ સાબિત થઈ રહ્યો છે. જોકે, છેલ્લા એક મહિના કરતાં પણ વધુ સમયથી બ્રિજની રિપેરિંગની કામગીરીને પગલે વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સેંકડો કાપડ માર્કેટોમાં રોજીંદા હજ્જારો મુલાકાતીઓના આવાગમનને પગલે પીક અવર્સમાં રિંગરોડ પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ કાયમી થઈ ચુકી છે ત્યારે હવે લોકોએ આ હાલાકીમાંથી મુક્તિ મળશે. અલબત્ત, વહીવટી તંત્ર દ્વારા બ્રિજ નીચે બન્ને તરફ આવેલ રોડ પર વાહન પાર્ક કરવા સાથે માલસામાનના લોડિંગ – અનલોડિંગ માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હોવા છતાં પણ ઘણી વખત ટ્રાફિક જામની સ્થિતિ વિકરાળ બની રહે છે. રિંગરોડ પર આવેલા ફ્લાય ઓવર બ્રિજ સાથે સંકળાયેલા સહારા દરવાજા રેલવે ફ્લાયઓવર બ્રિજની મોટા ભાગની કામગીરી પૂર્ણ થઈ ચુકી છે.
Published On - 8:25 pm, Sun, 19 June 22