સુરતમાં ભર ઉનાળે ભુવારાજના દૃશ્યો સામે આવ્યા છે. વરાછામાં રોડમાં વધુ એક ભૂવો પડ્યો છે. અગાઉ વરાછા મીની બજાર પાસે રોડમાં ભૂવો પડવાની ઘટના સામે આવી હતી. હવે વરાછામાં ખોડિયારનગર પાસે મુખ્ય માર્ગ પર ભૂવો પડ્યો છે. ભર ઉનાળામાં પણ સુરતમાં રોડમાં ભૂવા પડવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. અગાઉ વરાછા મીની બજાર પાસે રોડમાં ભૂવો પડવાની ઘટના સામે આવી હતી, ત્યાં હવે વરાછા ખોડીયાર નગર પાસે મુખ્ય માર્ગ પર ભૂવો પડ્યો છે.
સુરતના વરાછા રોડ સ્થિત ખોડીયાર નગર પાસે રોડમાં ભૂવો પડ્યો હતો. અહીં મુખ્ય માર્ગ પર રોડમાં ભૂવો પડતા લોકો તેમજ વાહન ચાલકોને હાલાકી પડી હતી. બીજી તરફ તંત્રને બનાવની જાણ થતા અહીં બેરીકેડ મુકીને રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. રોડમાં ભૂવો પડવાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો હતો. ઉનાળામાં આ સ્થિતિ છે તો ચોમાસામાં શું થશે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.
આ પણ વાંચો: Gujarati Video: યુવરાજસિંહ ઉપરનો કેસ પાછો ખેંચવા સુરતમાં AAP પાર્ટીએ SITની રચનાની કરી માંગણી
મહત્વનું છે કે સુરત શહેરમાં ચોમાસા દરમ્યાન રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં તેમજ રોડમાં ભુવા પડતા હોવાના અહેવાલો સામે આવતા રહે છે. હાલમાં ચોમાસાનું નહીં, પરંતુ ભર ઉનાળો ચાલી રહ્યો છે અને ભર ઉનાળે આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. જેને લઈને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
થોડા દિવસો અગાઉ વરાછા મીની બજાર પાસે પણ રોડમાં ભૂવો પડવાની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત રાંદેર અને જહાંગીરપુરામાં રોડમાં ખાડા પડયા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. ત્યાં હવે વરાછા ખોડીયાર નગર પાસે રોડમાં ભૂવો પડ્યા હોવાની ઘટના સામે આવી છે. તંત્ર દ્વારા અહી બેરીકેટ લગાવીને રીપેરીંગની કામગીરી હાથ ધરાઈ રહી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…