સુરત: રૂરલ પોલીસે શંકાસ્પદ આયુર્વેદિક સિરપની બોટલો ઝડપી પાડી, જાણો વિગતવાર માહિતી વિડીયો દ્વારા
સુરત: જિલ્લામાંથી શંકાસ્પદ આયુર્વેદિક સિરપની બોટલો ઝડપાઈ છે. કામરેજ વિસ્તારમાંથી શંકાસ્પદ સિરપની 40 બોટલ ઝડપાઈ છે. વલથાણ ગામે આવેલ ક્રિષ્ના હોટલમાંથી સિરપ ઝડપાઈ નવાગામે આવેલ મહાકાળી ડેરીમાંથી સિરપ ઝડપી પાડી જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે.
સુરત: જિલ્લામાંથી શંકાસ્પદ આયુર્વેદિક સિરપની બોટલો ઝડપાઈ છે. કામરેજ વિસ્તારમાંથી શંકાસ્પદ સિરપની 40 બોટલ ઝડપાઈ છે. વલથાણ ગામે આવેલ ક્રિષ્ના હોટલમાંથી સિરપ ઝડપાઈ
નવાગામે આવેલ મહાકાળી ડેરીમાંથી સિરપ ઝડપી પાડી જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે.
દાદર નગર હવેલીની AMB ફાર્મા સિરપ બનાવતી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુરત ગ્રામ્ય પોલીસે 40 જેટલી સિરપની બોટલો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ખેડા જિલ્લામાં 5 યુવકોના શંકાસ્પદ મોત બાદ તંત્ર સફાળું જાગ્યું હતું. આ કેસમાં પોલીસની તપાસ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયા હતા. પાંચ લોકો પૈકી ત્રણના મોત સિરપ પીવાથી થયા હોવાનું સામે આવતા તંત્ર દોડતું થયું છે.