PM Modi Fan: હાથ પર બનાવ્યું મોદીનું ટેટુ, જુઓ સુરતના આ પ્રકાશ મહેતા જે છે મોદીને માને છે એક પ્રેરણા સ્ત્રોત, જુઓ Video

PM Modi Fan: હાથ પર બનાવ્યું મોદીનું ટેટુ, જુઓ સુરતના આ પ્રકાશ મહેતા જે છે મોદીને માને છે એક પ્રેરણા સ્ત્રોત, જુઓ Video

| Edited By: | Updated on: Sep 08, 2023 | 5:36 PM

આગામી 17 તારીખે પીએમ મોદીનો જન્મદિવસ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અનેક ચાહકો તેમને અવનવી ભેટ આપવ માટે તૈયારીઓ કરતાં હોય છે. ત્યારે સુરતમાં રહેતા પ્રકાશ મહેતા જેઓની ઉંમર તો 68 વર્ષની છે. પરંતુ તેઓ પીએમ મોદીના એવા ફેન છે કે, તેમણે પોતાના હાથ પર પીએમ મોદીનું ટેટુ બનાવી દીધું છે.

દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અનેક ચાહકો છે. કોઈ પ્રેરણા સ્ત્રોત માને છે, તો કોઈ માર્ગદર્શક માને છે. પરંતુ અમે તમને મોદીના એક એવા ફેનને મળાવીશું કે, જેઓ નરેન્દ્ર મોદીને ભગવાન જ માને છે. અમે વાત કરી રહ્યા છીએ, સુરતમાં રહેતા પ્રકાશ મહેતાની. જેઓની ઉંમર તો 68 વર્ષની છે. પરંતુ તેઓ પીએમ મોદીના એવા ફેન છે કે, તેમણે પોતાના હાથ પર પીએમ મોદીનું ટેટુ બનાવી દીધું છે.

આ પણ વાંચો : Surat Rain : વહેલી સવારથી જ પીપલોદ, કતારગામ, રાંદેર, અડાજણ, ડભોલી સહિતના વિસ્તારમાં વરસાદ, જૂઓ Video

તે પણ માત્ર નામ નહીં પરંતુ મોદીની તસવીર અને તેમના હસ્તાક્ષર સાથે આ ટેટુ બનાવ્યું છે. પ્રકાશ મહેતાએ આ ટેટુ એટલા માટે કરાવ્યું કે, તેઓ આગામી 17 તારીખે પીએમ મોદીને તેમના જન્મદિવસે ભેટ આપવા માગે છે. તેઓ વડાપ્રધાનને એવા પ્રેરણાસ્ત્રોત માને છે કે, જ્યારે પણ નિરાશ થાય તો મોદીની એક તસવીર જોઈ લે છે અને તમામ સમસ્યા સામે લડવાની તાકાત મળી જાય છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.