સુરતમાં(Surat) યુવતીની હત્યાનો(Murder) કેસ ફાસ્ટ ચાલે તેવા પ્રયાસો કરાશે.આ નિવેદન આપ્યું સુરત રેન્જ આઇ.જી રાજકુમાર પાંડેયને યુવતીની જાહેરમાં હત્યા બાદ સુરતમાં કાયદો વ્યવસ્થાની (Law And Order) સ્થિતિને લઇને સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે રેન્જ આઇ.જીએ કહ્યું છે કે આરોપીની સારવાર બાદ તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરાશે.પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે હત્યારે યુવતીની પાછલા એક વર્ષથી પરેશાન કરતો હતો.જે અંગે યુવતીના પરિવારજનોએ યુવકને સમજાવવાના પ્રયાસો પણ કરાયા હતા.જોકે પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે યુવક હત્યાના ઇરાદે તમામ તૈયારીઓ સાથે આવેલો હતો અને બેગમાં ચપ્પુ તથા ઝેરી દવા લઈને આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સુરતના કામરેજના પાસોદરા પાટિયા પાસે યુવતીની ક્રૂરતાથી ગળું કાપીને થયેલી હત્યા મામલે વધુ બે વીડિયો સામે આવ્યાં છે..યુવતીની હત્યા કરનાર યુવકના બે વીડિયો સામે આવ્યાં છે..જેમાં હત્યાનો આરોપ કહી રહ્યો છે કે યુવતીના પરિવારજનોએ તેને મેસેજ કરવાની ના પાડી હતી જેથી તેને મેસેજ કરવાનું બંધ કરી દીધું હતું.છતાં મૃતક યુવતીના પરિવારજનો તેને ધમકી આપતા હતા અને વારંવાર હેરાન કરતા હતા.એટલું જ નહીં યુવતીના પરિવારજનો ધંધો કરવા ન દેવાની પણ વારંવાર ધમકી આપતા હોવાનો આરોપ લગાવ્યો છે.
આ પણ વાંચો : દેશમા કોરોનાની ત્રીજી લહેર મુદ્દે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનું મોટું નિવેદન
આ પણ વાંચો : Ahmedabad: આવાસ યોજનાના મકાનોના બારોબાર સોદા કરી કરોડો રૂપિયાનું રેકેટ ચલાવનાર મુખ્ય આરોપી યુપીથી પકડાયો
Published On - 6:48 pm, Sun, 13 February 22