સુરત : 10 વર્ષથી ફરાર બિશ્નોઇ ગેંગનો સાગરીત ઝડપાયો, 20થી વધુ ચોરીના ગુનામાં છે આરોપી

|

Mar 22, 2024 | 11:38 PM

આરોપી સામે સુરતમાં 12, અમદાવાદમાં 5 અને ગાંધીનગરમાં 3 ગુનાઓ નોંધાયેલા છે. વર્ષ 2018માં અડાલજ ચેકપોસ્ટ પર અમદાવાદ પોલીસના અધિકારી પર ગાડી ચઢાવી અને ફાયરિંગ કરી જાનથી મારી નાખવાના પ્રયાસનો ગુનો પણ નોંધાયેલો છે.

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ હાલ ફૂલ એક્શન મોડમાં છે. પોલીસ અલગ અલગ ગુનામાં ભાગતા ફરતા આરોપીને પકડવા માટે ડ્રાઈવ ચલાવી રહી છે. સુરત પોલીસે મોટા વાહનોની ચોરીના આરોપી 10 વર્ષથી ભાગતા ફરતા બિશ્નોઇ ગેંગના સાગરીત રમેશ બિશ્નોઈને તેલંગાણાના ખમ્મામથી ઝડપી પાડ્યો છે. આરોપીના નામે ગુજરાતના અલગ અલગ શહેરોમાં બોલેરો અને આઇસર જેવી પીકઅપ ચોરીના 20 જેટલા ગુના નોંધાયેલા છે.

આરોપી ચોરેલા વાહન ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વેચી નાખતો હતો. આ પીકઅપ ટ્રકનો ઉપયોગ અફીણ અને ઇંગ્લિશ દારૂ જેવા માદક પદાર્થોની હેરાફેરીમાં થતો હતો. આરોપી સામે સુરતમાં 12, અમદાવાદમાં 5 અને ગાંધીનગરમાં 3 ગુનાઓ નોંધાયેલા છે. વર્ષ 2018માં અડાલજ ચેકપોસ્ટ પર અમદાવાદ પોલીસના અધિકારી પર ગાડી ચઢાવી અને ફાયરિંગ કરી જાનથી મારી નાખવાના પ્રયાસનો ગુનો પણ નોંધાયેલો છે.

Next Video