સુરત વીડિયો : સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ઘમઘમ…એ કહેવત હવે ભૂલી જવી પડશે… જાણો કેમ?

|

Jan 10, 2024 | 8:05 AM

સુરત : જિલ્લા શિક્ષણાધિકારીએ એક પરિપત્ર જાહેર કર્યો છે. આ મુજબ શાળામાં વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષા કે માનસિક ત્રાસ આપી શકાય નહીં. જિલ્લાની શાળામાં વિદ્યાર્થીઓને ત્રાસથી ઘટનાઓને કચેરીએ ધ્યાને આવતા શિક્ષણ અધિકારીએ નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે.

સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ઘમઘમ…એ કહેવત હવે ભૂલી જવી પડશે. સુરત જિલ્લા શિક્ષણાધિકારીના એક પરિપત્ર અનુસાર વિદ્યાર્થીઓમાં ભયની માનસિકતા વધતા તે શાળામાં આવતા નથી. શાળામાં વિદ્યાર્થીઓને ત્રાસની ઘટનામાં શાળાની માન્યતા રદ્દ કરવાની પણ ચીમકી આપવામાં આવી છે.શિક્ષણાધિકારી દ્વારા શિક્ષણ બોર્ડને પણ રજૂઆત કરાશે.  રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ-2009નો અમલ જરૂરી હોવાનું અધિકારીએ જણાવ્યું છે આ સાથે તમામ વિદ્યાર્થીઓને મૂળભૂત બંધારણીય અધિકાર અપાવામાં આવે તે જરૂરી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video