Surat: વરાછાના MLA કુમાર કાનાણી સામે TRB જવાનને ખખડાવવા બાબતે ટ્રાફિક DCPને અરજી, જુઓ Video

|

Aug 07, 2023 | 7:10 PM

MLA કુમાર કાનાણીએ પ્રતિક્રિયા મામલામાં આપી છે કે, પોલીસને કાર્યવાહીમાં તેઓ સંપૂર્ણ સહકાર આપશે અને કાયદા મુજબ પોલીસ કાર્યવાહી કરશે. મેં કોઈને કાંઈ ધમકાવ્યા નથી, માત્ર ટ્રાફિક બાબતની વાત જવાન સાથે કરી હતી.

 

સુરત શહેરમાં કુમાર કાનાણીનો એક વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં જોવા મળી રહ્યુ હતુ કે, વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી TRB જવાનને ધમકાવી રહ્યા હોય એમ લાગી રહ્યુ હતુ. કુમાન કાનાણીએ જવાનને લાફો ઝીંકવાની ધમકી આપી હોવાના પણ આક્ષેપ થયા હતા. હવે આ મામલાાં સુરતના ટ્રાફિક DCPને અરજી આપવામાં આવી છે. અરજી બાદ હવે પોલીસ કેવી કાર્યવાહી કરે છે તેની રાહ જોવાઈ રહી છે.

કુમાર કાનાણી મોપેડ લઈને નિકળ્યા હતા અને તેઓએ હેલમેટ પહેર્યુ નહોતુ. આમ મોપેડ પર નિકળવા દરમિયાન હેલમેટ નહીં પહેરવાને લઈને પણ વિવાદ સર્જાયો હતા. જોકે હવે મામલો ડીસીપી પાસે પહોંચ્યો છે. કુમાર કાનાણીએ પ્રતિક્રિયા મામલામાં આપી છે કે, પોલીસને કાર્યવાહીમાં તેઓ સંપૂર્ણ સહકાર આપશે અને કાયદા મુજબ પોલીસ કાર્યવાહી કરશે. મેં કોઈને કાંઈ ધમકાવ્યા નથી, માત્ર ટ્રાફિક બાબતની વાત જવાન સાથે કરી હતી.

 

આ પણ વાંચોઃ  ST બસમાં લેપટોપ સાથે લઈ જવાના ચાર્જ-પૈસા ચૂકવવા પડે? યુવાનને કંડકટરે પકડાવી ડબલ ટિકિટ, પછી જે થયુ એ જાણવા જેવુ!

 સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:07 pm, Mon, 7 August 23

Next Video