સુરત વિડીયો : સિટીબસમાં સવાર મુસાફરોનો જીવ જોખમમાં મુકાયો, જાણો ચોંકાવનારું કારણ

| Edited By: | Updated on: Nov 01, 2023 | 8:15 AM

સુરત :સુરતમાં સિટીબસ દ્વારા અકસ્માતની ઘટનાઓ એકતરફ વધી રહી છે તો બીજી તરફ હવે સિટીબસ અકસ્માતનો ભોગ બની રહી છે. સુરતના રિંગરોડ વિસ્તારમાં સિટીબસમાં આગ લાગવાની ઘટના બની હતી. આગની ઘટનાના પગલે મુસાફરોમાં ફફડાટ ફેલાયો હતો.

સુરત :સુરતમાં સિટીબસ દ્વારા અકસ્માતની ઘટનાઓ એકતરફ વધી રહી છે તો બીજી તરફ હવે સિટીબસ અકસ્માતનો ભોગ બની રહી છે. સુરતના રિંગરોડ વિસ્તારમાં સિટીબસમાં આગ લાગવાની ઘટના બની હતી. આગની ઘટનાના પગલે મુસાફરોમાં ફફડાટ ફેલાયો હતો. ફાયરબ્રિગેડે બસમાં લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવી સ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો.

સૂત્રો અનુસાર બસના વાયરિંગમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. આગે ગણતરીના સમયમાં બસના મોટા હિસ્સાને ઝપેટમાં લઈ લીધો હતો. મુસાફરોએ ભગદડ મચાવી જીવ બચાવવા ફટાફટ બસની બહાર નીકળી જતાં તમામનો આબાદ બચાવ થયો હતો. બનાવની જાણ ફાયબ્રિગેડને કરવામાં આવતા લાશ્કરોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મલવ્યો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી.