Surat : ગુજરાતમાં અકસ્માતમાં પ્રથમ વખત PASAની કાર્યવાહી, BRTS રુટ પર ગંભીર અકસ્માત કરનાર આરોપી જેલ હવાલે, જૂઓ Video

|

Aug 29, 2023 | 3:26 PM

સુરત પોલીસ દ્વારા અકસ્માત કેસમાં અત્યાર સુધીમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. થોડા દિવસો અગાઉ સુરતના કાપોદ્રા વિસ્તારમાં રાત્રીના સમયે દારૂનો નશો કરી બેફામ કાર હંકારી 5 લોકોને ઈજા પહોચાડનાર સામે કાર્યવાહી થઇ છે. 27 વર્ષીય આરોપી સાજન ઉર્ફે સની રાકેશ પટેલ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. તેને પાસા હેઠળ જેલ હવાલે કરવામાં આવ્યો છે.

 Surat : ગુજરાતમાં અકસ્માતના (Accident) કેસમાં પ્રથમ વખત પાસાની ( PASA) કાર્યવાહી કરવામાં આવી છે. સુરતમાં BRTS રુટ પર ગંભીર અકસ્માત કરનાર આરોપીને અમદાવાદ મધ્યસ્થ જેલના (Ahmedabad Central Jail) હવાલે કરવામાં આવ્યો છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં દારૂનો નશો કરીને બેફામ રીતે કાર ચલાવી 5 લોકોને ઈજા પહોચાડનાર આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. તેને પાસા હેઠળ જેલ હવાલે કરવામાં આવ્યો છે.

આરોપી સાજન પટેલને પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલાયો છે. સુરત પોલીસ દ્વારા આરોપી સામેડ્રીંક એન્ડ ડ્રાઈવ કેસમાં દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવી છે, ઉપરાંત સ્પાની આડમાં દેહવ્યાપારની પ્રવૃત્તિ કરનાર આરોપી સામે પણ પાસા હેઠળ કાર્યવાહી કરાઇ છે.

આ પણ વાંચો-Gujarati Video : સુરેન્દ્રનગરના ચોટીલામાં ચેઇન સ્નેચિંગની ઘટના, આરોપી ફરાર, સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ

સુરત પોલીસ દ્વારા અકસ્માત કેસમાં અત્યાર સુધીમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. થોડા દિવસો અગાઉ સુરતના કાપોદ્રા વિસ્તારમાં રાત્રીના સમયે દારૂનો નશો કરી બેફામ કાર હંકારી 5 લોકોને ઈજા પહોચાડનાર સામે કાર્યવાહી થઇ છે. 27 વર્ષીય આરોપી સાજન ઉર્ફે સની રાકેશ પટેલ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. તેને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત ડ્રીંક એન્ડ ડ્રાઈવ કેસમાં પાસા હેઠળ અટકાયતી પગલા ભરવામાં આવ્યા છે.

આ ઉપરાંત સુરતમાં સ્પાની આડમાં દેહવ્યાપારની પ્રવૃત્તિઓ પણ થઇ રહી હતી. દેહવ્યાપારની પ્રવૃત્તિ સમાજ માટે ન્યુસનરૂપ છે, આવી પ્રવુતિ અટકાવવા સુરત પોલીસ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને સ્પાની આડમાં દેહવ્યાપારની પ્રવુતિ કરતા આરોપીઓ વિરુદ્ધ ગુનાઓ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ઉમરા વિસ્તારમાં સ્પાની આડમાં દેહવ્યાપારની પ્રવુતિ કરનાર આરોપી લાલજીભાઈ ભીમજીભાઈ હડિયા સામે પણ પાસા હેથળ કાર્યવાહી કરી તેને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.

 સુરત સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:23 pm, Tue, 29 August 23

Next Video